heavy rain in september : રાજ્યમાં ફરી એક વાર વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ ગાઢ બનશે અને ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી?
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 30 અને 31 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શકયતા રહેલી છે. આ બંને દિવસોમાં પડતો વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત નહીં થાય, કારણ કે વરસાદની તીવ્રતા પાકને નુકસાન પહોંચાડી શકે છે. આગામી સપ્તાહને લઈને પણ અંબાચલાલ ૫ટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તારીખ 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શકયતા છે.
આ પણ વાચો : આજે 17 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં એલર્ટ આપ્યું
વરસાદી માહોલના કારણે ખેતીને નુકસાન
અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓમાં વરસાદી તોફાનની શકયતા છે. એ જ રીતે, મહીસાગર અને વડોદરાના અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને અસર થશે, તો શહેરોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ પણ વાચો : આગામી 24 કલાક અતિથી અતિભારે વરસાદની હવામાનની ચેતવણી, જાણો ક્યાં જિલ્લામાં કેવો વરસાદ પડશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્ર અંગે વાત કરતા અંબાલાલે કહ્યું કે, આ વિસ્તારમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની પૂરી સંભાવના છે. ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લાઓ ખાસ અસરગ્રસ્ત થઈ શકે છે. અહીં પડતો વરસાદ ખેતી તેમજ રોજિંદા જીવન પર મોટો પ્રભાવ પાડી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અંબાજી, દાંતા, સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વધુ ગંભીર થઇ શકે. સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ વરસાદી પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે અને 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ૫ડી શકે છે.
વરસાદની સ્થિતિ અંગે સાવચેત રહેવાની અપીલ
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ખેડૂતો ખાસ સાવધાની રાખે, કારણ કે 30 અને 31 ઑગસ્ટના રોજ પડતો વરસાદ પાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હાલની વાવણીના તબક્કામાં પાકને નુકસાન થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે સામાન્ય જનતા અને તંત્રને સાવચેત રહેવા અપીલ કરી છે. ભારે વરસાદના કારણે શહેરોમાં પાણી ભરાવા, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાન અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |