આગામી 24 કલાક અતિથી અતિભારે વરસાદની હવામાનની ચેતવણી, જાણો ક્યાં જિલ્લામાં કેવો વરસાદ પડશે

Weather warning : આજે સવારથી રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગામી 4 સપ્ટેમ્બર સુધીની ભારે વરસાદની ચેતાવણી આપતી આગાહી વ્યકત કરી છે. જે અનુસાર આજે 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ભારેથી અતિભારે, તેમજ સુરત, તાપી અને નવસારીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ક્યા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે 29 ઓગસ્ટના રોજ સુરત, તાપી અને નવસારી જિલ્લામાં અતિથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, ખેડા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ગાંધીનગર, સાબરકાંઠા, ભાવનગર, અમદાવાદ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અને મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : મુશળધાર વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

આવતી કાલે ભારે વરસાદની ચેતાવણી

30 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, બનાસકાંઠા,ગાંધીનગર, મહેસાણા, જામનગર, કચ્છ, અમરેલી સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Weather warning

અગત્યની લિંક – Weather warning

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment