અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ? – Ambalalal Patel forecast for rain in September

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની સપ્ટેમ્બરમાં વરસાદને લઇ આગાહી, ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ? – Ambalalal Patel forecast for rain in September

ઓગસ્ટ મહિનો કોરો રહ્યો બાદ લોકોને સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાઈ હતી. પરંતુ લોકોની આ આશા ઠગારી નીવડનારી છે. કારણે કે, આખા સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદ સિવાય વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણમાં ફરી ગરમીનો મારો શરૂ થઈ ગયો છે. આવામાં લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, શુ ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ છે. શું હવે વરસાદ નહિ આવે. ત્યારે આ ડર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરી લેવા જેવી છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમી વધશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે. જોકે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે.

આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ પડ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment