ભૂમધ્ય મહાસાગરના પાંચ-પાંચ વાવાઝોડાએ વરસાદને ઘેરી લીધો, હવે ચોમાસાનું શું થશે? – five cyclones

WhatsApp Group Join Now

ભૂમધ્ય મહાસાગરના પાંચ-પાંચ વાવાઝોડાએ વરસાદને ઘેરી લીધો, હવે ચોમાસાનું શું થશે? – five cyclones of the Mediterranean Ocean surrounded the rain

છેલ્લા 10 વર્ષમાં નહીં જોવા મળ્યું હોય તેવું હવામાન ચાલુ વર્ષે જોવા મળ્યું છે. આ વર્ષે જુલાઈ મહિનામાં અતિભારે વરસાદ થયો અને ઓગસ્ટમાં કોરું રહ્યું છે. વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ઓગસ્ટમાં વરસાદની આશા હતી પરંતુ માત્ર વરસાદી ઝાપટા પડ્યા છે. સિસ્ટમ બની પરંતુ ગુજરાત સુધી ન આવી. જેના કારણે વરસાદ ખેંચાયો છે. વરસાદ માટે સિસ્ટમ જરુરી છે અને બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમના કારણે સારો વરસાદ આવતો હોય છે. પરંતુ વૈશ્વિક વાતાવરણ પણ ચોમાસાને પ્રભાવિત કરતું હોય છે. ચાલુ વર્ષે એવું જ થઇ રહ્યું છે. જોકે, ઓગસ્ટમાં વરસાદ ન થયો પરંતુ હવે સપ્ટેમ્બરમાં વરસાદની આશા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ભૂમધ્ય મહાસાગર પર પાંચ-પાંચ વાવાઝોડા બન્યા છે. જેના કારણે ચોમાસા પર તેનો પ્રભાવ પડી રહ્યો છે. ભૂમધ્ય મહાસાગર પર 5 વાવાઝોડા બન્યા છે. ભૂમધ્ય મહાસાગરમાં ભારે હલચલ મચી છે.

આ ઉપરાંત ભૂમધ્ય મહાસાગરની હવા કમજોર બનતી જાય છે. ચીન તરફનું વાવાઝોડું હવા ખેંચી શકે છે. જાપાન તરફ પણ એક વાવાઝોડું બન્યું છે. આવા અલગ-અલગ 5 વાવાઝોડા બનતા વરસાદ થતો નથી.

પ્રશાંત મહાસાગરમાં ગતિવિધિ વધી રહી છે. અલનીનોનો પ્રભાવ જબદસ્ત છે. iod અને mjoનો પ્રભાવ પણ જોવો મળે છે. mjo એટલે એટમોપેરિક વેવ (atmospheric wave)સાનુકુળ નથી. પરંતુ ધીમે-ધીમે 1 સપ્ટેમ્બરથી વાવાઝોડાઓની ગતિ મંદ પડશે. ધીમે-ધીમે iod અને mjo હકારાત્મ થશે.

સપ્ટેમ્બર માસના પહેલા બંગાળના ઉપસગારમાં હલચલ જોવા મળશે, એટલે વરસાદની આશા છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાત સહિત ભારતના ભાગોમાં વરસાદની આશા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 9થી 11 સપ્ટેમ્બરમાં ઝાપટા પડશે. 13 સપ્ટેમ્બરથી ગરમી વધશે અને અમુક ભાગમાં ઝાપટા પડશે. આ ઝાપટા 19થી 20 સપ્ટેમ્બર સુધી પડી શકે છે. 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી અમુક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment