અશોક પટેલની આગાહી: ગુજરાતમાં હજુ આ તારીખ સુધી ચોમાસુ રેહશે નિષ્ક્રિય, વાતાવરણ સુકુ અને તડકાનું પ્રમાણ વધશે – Ashok Patel forecast

WhatsApp Group Join Now

અશોક પટેલની આગાહી: ગુજરાતમાં હજુ આ તારીખ સુધી ચોમાસુ રેહશે નિષ્ક્રિય, વાતાવરણ સુકુ અને તડકાનું પ્રમાણ વધશે – Ashok Patel forecast

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી ચોમાસુ મંદ પડી ગયું છે અને હજુ આ નબળો દોર ચાલુ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે ચોમાસાના નબળાદોર વચ્ચે ભારતમાં વરસાદની ખાધ-ઘટ સાત ટકાએ પહોંચી છે.

પ્રવર્તમાન સ્થિતિ અંતર્ગત ચોમાસુ ધરીમાં કોઇ બદલાવ જણાતો નથી. પશ્ચીમ છેડો ઉતર બાજુ જ સરકેલો છે અને હજુ ઉતર બાજુ જ રહેવાની સંભાવના છે જે દરમ્યાન અમુક દિવસોમાં હિમાલયન તળેટીમાં રહેશે. આ સિવાય 3.1 લેવલે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું છે અને નીચલા લેવલે પણ ભેજની માત્રામાં વધઘટ થાય છે. પવનની ઝડપ વધુ છે અને હજુ બે દિવસ વધુ જ રહેશે. જોકે 28મી ઓગષ્ટથી પવનની ગતિ મીડીયમ થશે.

તા.26 ઓગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં મુખ્યત્વે સુકુ વાતાવરણ જ બની રહેવા સાથે મંદ ચોમાસાનો દોર યથાવત રહેશે. ધૂપછાંવના માહોલ વચ્ચે હવે તડકો વધશે. ગુજરાત રીજીયનને લાગે વળગે છે ત્યાં સુધી આ ક્ષેત્રમાં વાતાવરણ સુકુ રહેશે અને મંદ ચોમાસુ યથાવત રહેશે. તડકો વધશે. જોકે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં અમુક દિવસે છુટાછવાયા ઝાપટા કે હળવો વરસાદ થવાની સંભાવના છે.

અલ-નીનો ! આગાહી-તારણ મુજબના ઘટનાક્રમ સર્જાતા નથી

અશોકભાઇ પટેલે એવો મહત્વનો નિર્દેશ કર્યો હતો કે ચોમાસના પ્રારંભ ટાણે અનેક એજન્સીઓ અલ-નીનોના જોખમને આગળ ધરતી હતી. ચોમાસા પર વિપરીત પ્રભાવ થવાની શંકા દર્શાવતી હતી. સાથોસાથ અમુકનો દાવો એવો પણ હતો કે આઇઓડી પોઝીટીવ રહેતા ચોમાસાને વાંધો નહીં આવે.

વાસ્તવમાં 13 ઓગષ્ટ સુધી આઇઓડી નેગેટીવ જ રહ્યું હતું છતાં જુલાઇ સુધી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદમાં ખાસ વિઘ્ન ન હતું અને સારો વરસાદ થયો હતો. હવે હાલ એવી થઇ ગઇ છે કે ર0 ઓગષ્ટથી આઇઓડી પોઝીટીવ થયો છે. અલ-નીનોના બે તબકકા જ પ્રસ્થાપિત થયા છે. છતાં વરસાદ ગાયબ છે. આથી એજન્સીઓના તારણો પણ અકળ કુદરતી ઘટનાક્રમો સામે સાચા પડતા નથી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment