બિપોરજોય હવે કેટલુ દુર? 15 જૂને ગુજરાતમાં આફત બની ત્રાટકશે, 135ની ઝડપે ફૂંકાશે પવ -Biporjoy Disaster will strike in Gujarat on June 15
બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સેવાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાઈ તેવી હાલ શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાની દિશા હવે બદલાશે નહીં. હવામાન વિભાગની અત્યારની આગાહી અનુસાર ગુજરાતને વાવાઝોડાની અસર થશે. આગામી તારીખ 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાશે. હાલ વાવાઝોડું 7 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
14 જૂનની રાતથી જ દરિયામાં આ વાવાઝોડાની ભારે અસર દેખાશે તેવું હવામાન વિભાગે જાહેર કર્યું છે. કચ્છ, પોરબંદર અને જામનગરમાં વાવાઝોડાની ભારે અસર દેખાશે. હાલ વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર એક્ટિવ છે. જ્યારે દ્વારકાથી 360 કિમી દુર, કચ્છના નલિયાથી વાવાઝોડું 440 કિમી દૂર છે. વાવાઝોડાને લઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 અને 16 તારીખે વરસાદને લઈને રેડ એલર્ટ
કચ્છના દરિયાકિનારા ભાગોમાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે લોકોમાં ભારે ભય ફેલાયો રહ્યો છે અને દરિયાકિનારાના લોકોએ પૂજા-ઉપાસનાઓથી દરિયાદેવને ખમ્મા કરવાની ગળગળા સાદે પ્રાર્થના શરૂ કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું વધુને વધુ વિકરાળરૂપ લઈ રહ્યું છે. સ્થાનિક હવામાન વિભાગે 15 અને 16 તારીખમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાચો: વાવાઝોડું ક્યારે ત્રાટકશે? કચ્છ સૌરાષ્ટ્ર તૈયાર રહો
હવામાન વિભાગનું અત્યારનું અપડેટ
– સૌરાષ્ટ્ર-કચ્છમાં આગળના 5 દિવસ વરસાદ રહેવાની શક્યતા
– રાજ્યમાં 14 જૂનથી વરસાદ શરૂ
– હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થશે
– 15 અને 16 જૂને ભારે વરસાદની ભીતિ
– પોરબંદરથી 320 કિમી વાવાઝોડું દૂર
– દ્વારકાથી વાવાઝોડું 360 કિમી દૂર
– જખૌ અને નલિયાથી 440 કિમી દૂર
– વાવાઝોડું 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધશે
– માંડવી અને કરાચીમાં વાવઝોડુ ત્રાટકશે
– 14 અને 15 જૂને ભારે વરસાદ પડશે
– કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની શક્યતા
– જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ અપાયું
– દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 નંબરના સિગ્નલની ચેતવણી અપાઈ
– હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
– દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના
– 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિમાં વધારો થશે
– માછીમારોને 16 જૂન સુધી દરિયો ન ખેડવા કડક સૂચના અપાઇ
– વાવાઝોડું 15 તારીખે બપોરે 12 વાગ્યે ટકરાશે
– વાવાઝોડું ત્રાટકશે તે સમયે પવન 125થી 135ની ઝડપ હશે
– હાલ 7 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે
How far is Biporjoy now? Biporjoy Disaster will strike in Gujarat on June 15
Cyclone Biporjoy is likely to become a disaster for Gujarat. Cyclone Biporjoy is likely to make landfall between Nalia and Karachi. It is being said that the direction of Biporjoy storm will not change now. According to the current forecast of the Meteorological Department, Gujarat will be affected by the cyclone. Next, on June 15 at 12 noon, the cyclone will hit between Nalia and Karachi. At present, the storm is moving towards Gujarat at a speed of 7 kmph.
Heavy rain forecast for next 5 days
The meteorological department has announced that the heavy impact of this storm will be visible in the sea from the night of June 14. Kutch, Porbandar and Jamnagar will see heavy impact of the storm. At present the cyclone is active 320 km from Porbandar. While 360 km from Dwarka, the cyclone is 440 km from Nalia in Kutch. Heavy rain has been predicted in Gujarat due to the storm. Heavy rain is predicted for the next 5 days. Rain is forecast across the state.
Red alert for rain on 15th and 16th
Section 144 has been imposed by the administration as a precautionary measure in the coastal parts of Kutch. Due to this storm, there is a lot of fear among the people and the people of the coast have started a simple prayer to propitiate the sea god with prayers and prayers. Cyclone Biporjoy in the Arabian Sea is getting more and more ferocious. The local meteorological department has issued a red alert for rain for Kutch, Jamnagar and Devbhoomi Dwarka on 15th and 16th.
Current update of Meteorological Department
– Chance of rain in Saurashtra-Kutch for next 5 days
– Rains started in the state from June 14
– At present there will be scattered rain in the state
– Heavy rain expected on June 15 and 16
– 320 km storm from Porbandar
– Cyclone 360 km from Dwarka
– 440 km from Jakhou and Nalia
– The storm will move in the north-east direction from June 14 morning
– Storm will hit Mandvi and Karachi
– There will be heavy rain on June 14 and 15
– Chance of heavy rain in Kutch, Dwarka and Jamnagar
– Signal No. 10 was given at Jakhou, Navalkhi port
– Signal number 3 warning was issued in the coastal areas of South Gujarat
– An orange alert has been announced
– Probability of strong winds at sea
– The wind speed will increase in the sea from the night of June 14
– Fishermen were strictly instructed not to ply the sea till June 16
– The storm will hit on the 15th at 12 noon
– The wind speed will be 125 to 135 at the time the storm hits
– The storm is currently moving at a speed of 7 kmph