વાવાઝોડું ક્યારે ત્રાટકશે? કચ્છ સૌરાષ્ટ્ર તૈયાર રહો When will the storm hit Get ready Kutch Saurashtra
મિત્રો ગઈકાલે વાવાઝોડું થોડી ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. અને તે ગુજરાત નજીક સતત આવી રહ્યું છે. આ બી ફોર જોય વાવાઝોડું કચ્છના ઈટ કરે તેવી 90% શક્યતા બની ગઈ છે. જો થોડું ઉપર રહે તો પાકિસ્તાનમાં જાય તેવી શક્યતા છે, અને જો થોડું નીચે રહે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જાય પરંતુ બધી જ સ્થિતિ કરતા કચ્છમાં જાય તેવી શક્યતા બતાવી રહી છે.
વાવાઝોડું ક્યારે ત્રાટકશે?
બિપોર જોઈ વાવાઝોડું 15 તારીખે બપોર પછી ત્રાટકે તેની શક્યતા રહેલી છે. પરંતુ વાવાઝોડાના ચાલવાની ગતિમાં થોડો ફેરફાર થયા કરતો હોય છે. નજીક જતા જતા પાકો સમય પણ મળતો જશે.
કોના વિસ્તારમાં કેવો પવન રહી શકે
દ્વારકા કચ્છ અને જામનગરમાં 120 કિ.મી. થી 140 કિ.મી. ઝડપ રહેશે. મોરબીમાં 100 કિ.મી. થી 120 કિ.મી. ની ઝડપ રહેશે. રાજકોટ અને પોરબંદરમાં 80 કિ.મી. થી 100 કિ.મી. ઝડપ રહેશે. સોમનાથ અને જુનાગઢમાં 60 કિ.મી. થી 80 કિ.મી. ની ઝડપ રહેશે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં 50 કિ.મી. થી 60 કિ.મી. ઝડપ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 35 કિ.મી. થી 45 કિ.મી.નો પવન રહેશે. આ એક અંદાજિત પવનની ગતિ છે રૂટમાં થોડુ ઉપર નીચે થાય તો પવનની ગતિમાં પણ ઉપર નીચે થઈ શકે
આજે ક્યાં ક્યાં વરસાદની શક્યતા
ગઈકાલે વાવાઝોડાની ધીમી ગતિને કારણે જોઈએ તેવું વરસાદ જોવા મળ્યો નહીં. પરંતુ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારથી વરસાદ ચાલુ થતો જશે અને ધીમે ધીમે વરસાદ અંદરના વિસ્તારમાં આવતો જશે.
તૈયારી અને સાવચેતી રાખો
એટલે હવે કચ્છ વાળાએ કોઈપણ ગફલામાં રહ્યા વગર બે દિવસની અંદર બધી જ પ્રકારની તૈયારી કરી લેજો. અહીં કોઈ ડરાવાની વાત નથી. પરંતુ સાવચેત રહેવાની વાત છે. તૈયારીમાં તમારે અઠવાડિયાનું રાશન, ફોન, ટોર્ચ, બધી વસ્તુમાં ફુલ ચાર્જિંગ, કોઈપણ જગ્યાએ પતરા નાખેલા હોય તો તેને નીચે ઉતારી લેવા અથવા તો તેની ફરતે બેલા જેવું વજનવાળી વસ્તુથી તેને કવર કરી લેવી. જ્યાંરે વાવાઝોડું શરૂ થાય ત્યારે ઘરના મુખ્ય ડેલા ને ખુલ્લો કરી નાખો તેથી પવનની અવરજવર થાય અને ડેલો પડી ન જાય તેની ખાસ ધ્યાન રાખવું. પશુંને ખુલ્લામાં રાખો જેવી અનેક ઘણી સાવચેતી રાખવી.
When will the storm hit? Get ready Kutch Saurashtra
Guys, the storm is moving a bit slower yesterday. And it is steadily coming closer to Gujarat. There is a 90% chance of this B for Joy cyclone hitting Kutch. If it stays a little higher then it is likely to go to Pakistan, and if it stays a little lower then it goes to West Saurashtra but all the conditions are showing the possibility of going to Kutch.
When will the storm hit?
Cyclone Bipor Joi is likely to hit in the afternoon on 15th. But there is a slight change in the speed of the storm. The ripe time will get closer.
What kind of wind can be in whose area
120 km between Dwarka Kutch and Jamnagar. 140 km from Speed will be. 100 km in Morbi. 120 km from will be the speed of 80 km between Rajkot and Porbandar. to 100 km. Speed will be. 60 km between Somnath and Junagadh. 80 km from will be the speed of 50 km in Bhavnagar, Amreli, Surendranagar and Botad. 60 km from Speed will be. While North Gujarat is 35 km in Central Gujarat and South Gujarat. There will be a wind of 45 km. This is an approximate wind speed with slight ups and downs along the route and wind speeds may also be up and down
Chance of rain today
Due to the slow movement of the storm yesterday, we did not see the expected rain. But today in Saurashtra and South Gujarat, rain will continue from the coastal area and gradually the rain will move inland.
Be prepared and take precautions
So now the people of Kutch should make all kinds of preparations within two days without any carelessness. There is nothing to fear here. But be careful. In preparation, you should carry a week’s ration, phone, torch, full charging of everything, take down any papers placed anywhere or cover them with something heavy like a bale around them. When the storm starts, open the main windows of the house so that the wind moves and the windows do not fall. Take many precautions like keeping the animal in the open.