આગામી ૫ દિવસ એલર્ટ, 14 અને 15 તારીખે આ વિસ્તારોમાં છે અતિભારે વરસાદની શક્યતા – Alert for the next 5 days, heavy rain in these areas

WhatsApp Group Join Now

આગામી ૫ દિવસ એલર્ટ, 14 અને 15 તારીખે આ વિસ્તારોમાં છે અતિભારે વરસાદની શક્યતા – Alert for the next 5 days, possibility of heavy rain in these areas

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવિ રહયો છે. આ વાવાઝોડું અરબી સમુદ્રમાં અત્યંત તીવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયુ છે. ત્યારે આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આવતા હાલ ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા હવામાન વિભાગે 14 અને 15 જુનના રોજ રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે.

આ પણ વાચો: રેડ એલર્ટ: વાવાઝોડુ 200ની ઝડપે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે? વાવાઝોડાએ ભયંકર રુપ લીઘુ

હવામાન વિભાગની આગાહી

14 જુનના રોજ : હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 14 જુનના રોજ કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. એટલે કે, આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી વયકત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે પહેલા કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને પાટણ; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. ઉત્તર ગુજરાત વિસ્તારના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

15 જુનના રોજ : આ ઉપરાંત 15 જુનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આપવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી , જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 15મી તારીખે પાટણ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આ પહેલા કરેલી આગાહી પ્રમાણે, 15મી તારીખે દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓ અને દમણ, દાદરા નગર હવેલીમાં; ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ જેમ કે અમદાવાદ અને આણંદ; તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં તમામ વિસ્તારોમાં કે થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. ઉત્તર ગુજરાત વિસ્તારના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના જાણાવ્યા અનુસાર, આગામી ૫ દિવસમાં આખા ગુજરાતમાં વરસાદ થવાની વકી છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વધારે વરસાદ થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

બે દિવસ પછી એટલે 13, 14, 15 તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં પવનની ગતિ વધીને 50 સુધી જવાની આશંકા હવામાન વિભાગે વ્યકત કરી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે પણ પવન ફૂંકાઇ શકે છે.

Alert for the next 5 days, there is a possibility of heavy rain in these areas on 14th and 15th

Due to Cyclone Biporjoy, there is a change in weather in Gujarat. This storm has turned into a very intense storm in the Arabian Sea. At that time, this storm is slowly coming towards Gujarat, now a heavy wind is blowing in Gujarat. Looking at the current situation, the Meteorological Department has indicated the possibility of heavy rain in the coastal areas of the state on June 14 and 15.

Meteorological department forecast

On June 14: According to the information provided by the Meteorological Department, Orange Alert has been declared in Kutch, Jamnagar, Morbi, Devbhoomi Dwarka, Porbandar, Junagadh, Rajkot on June 14. That is, heavy rainfall is being predicted in these areas.

According to the earlier forecast by the Meteorological Department, the districts of South Gujarat region and Daman, Dadra Nagar in Haveli, the districts of North Gujarat region such as Anand, Ahmedabad, Gandhinagar and Patan; All districts of Saurashtra-Kutch and Diu are likely to experience light to moderate rain and thundershowers. Dry weather is likely in remaining districts of North Gujarat region.

On June 15: In addition, a red alert has been issued in Kutch, Jamnagar and Devbhoomi Dwarka on June 15. Heavy to very heavy rains are predicted in these areas. Apart from this, orange alert has been announced in Rajkot, Morbi, Junagadh, Porbandar. So heavy rain is predicted in this area.

According to the Meteorological Department, a yellow alert has been issued in Patan, Banaskantha, Amreli, Bhavnagar, Surendranagar, Botad and Gir Somnath on the 15th. So normal rainfall is predicted in these areas.

According to the forecast made by the Meteorological Department earlier, on the 15th in the districts of South Gujarat region and Daman, in Dadra Nagar Haveli; Districts of North Gujarat region such as Ahmedabad and Anand; And in all districts of Saurashtra-Kutch and Diu there is a possibility of light to moderate rain/thundershower in all areas or at a few places. Dry weather is likely in remaining districts of North Gujarat region

Director of Meteorological Department Dr. According to Manorama Mohanty, it is expected to rain all over Gujarat in the next 5 days. Saurashtra Kutch area is likely to receive more rain. In Saurashtra-Kutch, wind can blow at a speed of 40 km per hour for two days.

After two days i.e. on 13th, 14th, 15th, the wind speed in Saurashtra Kutch is expected to increase to 50, the Meteorological Department has expressed. Along with this, winds can also blow at a speed of 60 kmph in the coastal areas.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.