રેડ એલર્ટ: વાવાઝોડુ 200ની ઝડપે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે? વાવાઝોડાએ ભયંકર રુપ લીઘુ – Red Alert Cyclone to hit Kutch and Saurashtra

WhatsApp Group Join Now

રેડ એલર્ટ: વાવાઝોડુ 200ની ઝડપે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે? વાવાઝોડાએ ભયંકર રુપ લીઘુ – Red Alert Cyclone to hit Kutch and Saurashtra

મિત્રો, હજુ ગઈકાલમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ ને રેડ એલર્ટ ની વાત કરી હતી. હવે આજે લગભગ મોટા ભાગની બધી સંસ્થા અને હવામાન વિભાગ પણ રેડએલર્ટ જાહેર કરશે.

વાવાઝોડુ કયા ત્રાટકશે?

બીપરજોય નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવશે તેવું લાગી રહ્યું છે તેથી આપણે પોત પોતાની તૈયારીમાં રહેવું. હાલની સ્થિતિ પ્રમાણે 60 થી 70 ટકા શકયતા વાવાઝોડુ કચ્છમાં ત્રાટકે તેવી શકયતા સેવાઇ રહી છે. જ્યારે 40 ટકા શકયતા વાવાઝોડુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનના કરાચી થી કચ્છ સુધીના વિસ્તારોમાં ત્રાટકે તેવી શકયતા રહેલી છે.

આ પણ વાચો: સાવધાન: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા? જાણો સંભવિત રૂટ 

વાવાઝોડુએ ગતિ પકડી

હાલ વાવાઝોડુ મજબૂત બની ને એક્સ્ટ્રીમલી સીવીયર સાયકલોનીક સ્ટોર્મ સુધી પહોંચી ગયું છે. જેમાં પવનની ગતિ 200 કિમી થી ઉપર સુધી છે. જે આગળ ચાલી ફરી થોડું નબળું પડી વેરી સીવીયર સાયકલોનીક સ્ટોર્મ માં ફેરવાઈ જાય તેવી શકયતા અને એ જ કેટેગરીમાં જમીન પર લેન્ડફોલ કરે તેવી શકયતા રહેલી છે.

કેટલો વરસાદ પડશે?

હવે વાત કરીએ વરસાદની તો જો પશ્ચિમ સૌરાષ્ટ્ર થી વાવાઝોડુ અંદર આવે તો લગભગ 70 થી 80 ટકા ગુજરાત માં સારા વરસાદની શકયતા રહે. જો કચ્છ થી આવે તો 50 થી 60 ટકા ગુજરાત માં અને જો પાકિસ્તાન થી આવવા તો 40 થી 50 ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને જ્યાં થી વાવાઝોડુ અંદર આવે ત્યાં તો પવન સાથે વરસાદ પણ ખેદાન મેદાન કરે એ અલગ અને આજ થી વરસાદનો વિસ્તાર પણ વધતો જશે.

આટલા વિસ્તારોમાં સાવચેતી રાખજો

જો વાવાઝોડુ પાકિસ્તાનમાં જાય તો વાંધો નહિ પણ હાલની શકયતા જોતા સાવધાની સ્વરૂપે કચ્છ વાળાએ તો ખાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર વાળને પણ ચેતવણી કે તમારી વ્યવસ્થામાં અને સાવચેતીામાં રહેજો. જોખમી પતરા ઉડી ના જાય એટલે નીચે ઉતારી લેજો. બગડે તેવી વસ્તુ ખુલ્લામાં રાખતા નહિ અને અન્ય વ્યવસ્થા પણ કરી રાખજો.

અહીં કોઈને ડરાવવાની વાત નથી. પરંતુ સાવચેત રહેવાની વાત છે. હવે કંઈ પણ થઈ શકે એટલે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. અને જો વાવાઝોડુ પાકિસ્તાનમાં પણ જશે ને તો પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 50 થી 70 કિમી ની ઝડપે પવન તો ફૂંકાશે જ અને જો ગુજરાત ઉપર આવ્યુ તો ભારે નુકસા કરશે.

સમગ્ર ગુજરાત ના દરિયાકાંઠા થી લોકો એ દૂર રહેવું મોટા મોજા આવશે જે જાનલેવા જોખમી બની શકે. સમગ્ર રાજ્યમાં પવનની ગતિ માં વધારો થતો જશે જેમાં સૌથી વધુ પવન સૌરાષ્ટ્ર કચ્છ દક્ષીણ ગુજરાત માં રહશે અને ખાસ કરીને દરિયાકાંઠે ભયંકર પવન રહેશે.

Red Alert: Cyclone 200, Cyclone to hit Kutch and Saurashtra? Red Alert Cyclone to hit Kutch and Saurashtra

Friends, just yesterday there was talk of red alert for West Saurashtra and West Kutch. Now almost all organizations and meteorological department will issue red alert today.

Where will the storm hit?

Cyclone Biperjoy seems to be coming towards Gujarat so we should prepare ourselves. According to the current situation, there is a 60 to 70 percent chance of the cyclone hitting Kutch. While there is a 40 percent chance of the storm hitting West Saurashtra or areas from Karachi to Kutch in Pakistan.

The storm picked up speed

The storm has now strengthened and has reached the status of an extremely severe cyclonic storm. In which the wind speed is above 200 kmph. It is likely to further weaken into a very severe cyclonic storm and make landfall in the same category.

How much will it rain?

Now let’s talk about rain, if a storm comes in from West Saurashtra, there will be about 70 to 80 percent chance of good rain in Gujarat. If it comes from Kutch then 50 to 60 percent chance of rain is in Gujarat and if it comes from Pakistan then 40 to 50 percent chance of rain in the area and from where the storm comes in, rain with wind will also affect the fields and the area of rain will also increase from today. will go

Be careful in such areas

If the storm goes to Pakistan, it doesn’t matter, but as a precaution considering the current possibility, the people of Kutch and West Saurashtra should also be warned that you should be in your system and be careful. Take down dangerous letters so they don’t fly away. Do not keep perishable items in the open and make other arrangements.

There is nothing to scare anyone here. But be careful. Now anything can happen so it is very important to be careful. And even if the cyclone goes to Pakistan, then the wind will blow at a speed of 50 to 70 km in West Saurashtra, South Saurashtra and Kutch and if it comes over Gujarat, it will cause heavy damage.

People should stay away from the entire coast of Gujarat as there will be huge waves which could be life threatening. The wind speed will increase in the entire state in which the maximum wind will be in Saurashtra, Kutch, South Gujarat and there will be severe wind especially along the coast.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.