સાવધાન: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા? જાણો સંભવિત રૂટ – Red alert in Saurashtra and Kutch

સાવધાન: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા? જાણો સંભવિત રૂટ – Red alert in Saurashtra and Kutch 

વાવાઝોડાની 2 શક્યતા – ગુજરાત/પાકિસ્તાન

બીપરજોઈ વાવાઝોડાને લઈને સારા સમાચારની સાથે સાથે ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. સારા સમાચાર એ છે કે, બીપરજોઈ હજુ પણ ઉપરની તરફ ઉત્તરથી થોડું ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. એટલે જો વાવાઝોડું આજ રીતે ગતિ કરશે તો ગુજરાતની સાવ નજીકથી પસાર થઈ પાકિસ્તાન તરફ જઈ શકે સાતોસાથ ગુજરાતને સારા વરસાદનો લાભ પણ મળે તેવી શક્યતા રહેલી છે.

ખરાબ સમાચારની વાત કરવામાં આવે તો વાવાઝોડું જ્યારે ગુજરાતની નજીકથી પસાર થઈ રહ્યું હોય ત્યારે ગુજરાતનો જમીન વિસ્તાર પર વાવાઝોડાને યોગ્ય વાતાવરણ મળી જાય તો તે ધીમે ધીમે ટર્ન કરી સીધું ગુજરાતમાં અંદર આવી જાય તેવી શક્યતા પણ ખરી.

  1. આ પણ વાંચો: કેરળ પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? જાણો બિપરજોય વાવાઝોડાની અપડેટ્સ

આટલા વિસ્તારો સાવધાન

મિત્રો હવે ઉપર જણાવેલ બંને શક્યતા સરખી એટલે કે 50-50% ગણી શકાય. આ શક્યતાને ધ્યાનમાં રાખી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના વિસ્તારમાં હાલમાં રેડ એલર્ટ જાહેર થાય તેવી શક્યતા છે. આજે વિસ્તારો છે તેમાં તમારે હવે પૂરેપૂરી તૈયારી અને સાવચેતી રાખવી જોઈએ કે, આગળ જતા 12 અને 13 તારીખે વાવાઝોડું ટર્ન લે તો તમારે તાત્કાલિક દોડવું ના પડે અને બને એટલું ઓછું નુકસાન થાય.

મિત્રો હજુ આ બંને શક્યતાઓ છે તેથી ગભરાવું નહીં પરંતુ સાવચેત રહેવું અને તૈયારીમાં રહેવું જો વાવાઝોડું ના આવે તો કંઈ નહીં પણ આવે તો નુકસાન ઓછું થાય અને કદાચ ટર્ન ના લેયને વાવાઝોડું પાકિસ્તાન જશે તો પણ વાવાઝોડું ગુજરાત નજીક થઈ પસાર થઈ રહ્યું હશે. એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર પશ્ચિમ કચ્છ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ સામાન્ય કરતા ઘણી વધુ જોવા મળી શકે અને વરસાદનો લાભ પણ મળી શકે. વાવાઝોડું વધુ પડતું નજીક આવી જાય કે ગુજરાતમાં જ ત્રાટ કે તો ઉપર જે વિસ્તાર જણાવેલ છે. તેમાં વરસાદ ભુક્કા પણ કાઢી નાખશે એટલે ઉપર જે વિસ્તારો જણાવેલા છે તેમાં બધાએ સાવધાની રાખવી.

વાવણી લાયક વરસાદ

મિત્રો આજથી રાજ્યમાં વાવણી લાયક વરસાદનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે જેમાં આવતીકાલથી વરસાદનું જોર વચ્ચે અને 12 થી 15 તારીખમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે

ખાસ નોંધ: ઉપર જણાવેલ તમામ માહિતી એક અનુમાન છે તેથી આ માહિતી ને અનુસરતા પહેલા ભારતીય હવામાન વિભાગને ખાસ અનુસરવું.

Caution: Red alert in Saurashtra and Kutch, possibility of cyclone in Gujarat? Know the possible route

2 Chance of Cyclone – Gujarat/Pakistan

Along with the good news, there is also bad news about Cyclone Biperjoi. The good news is, Beeperjoi is still moving upward from north to slightly northeast. So, if the storm moves in this way, then it may pass very close to Gujarat and move towards Pakistan, along with it, there is a possibility that Gujarat will also get the benefit of good rains.

Talking about the bad news, when the cyclone is passing near Gujarat, if the cyclone gets the right atmosphere over the land area of ​​Gujarat, it may turn slowly and enter Gujarat directly.

Beware of these areas

Friends, now both the above mentioned possibilities can be considered equal i.e. 50-50%. Considering this possibility, it is likely that red alert will be announced in the area of ​​West Saurashtra and West Kutch. In today’s areas, you should now be fully prepared and careful, so that if the storm takes a turn on the 12th and 13th, you don’t have to run immediately and do as little damage as possible.

Friends, both these possibilities are still there, so don’t panic, but be careful and be prepared. If the cyclone does not come, nothing will happen, but if it comes, the damage will be reduced and maybe the cyclone will go to Pakistan due to the turn, but the cyclone will be passing near Gujarat. So West Saurashtra, West Kutch and South Saurashtra may see wind speed much higher than normal and may also benefit from rain. If the cyclone comes too close to hit Gujarat itself or the area mentioned above. Rain will also remove the bhukka, so everyone should be careful in the areas mentioned above.

Sowing rains

Friends, a round of rain suitable for sowing is likely to start in the state from today. Today there is a possibility of rain in some areas of South Gujarat and Saurashtra with medium intensity of rain from tomorrow and maximum intensity of rain on 12th to 15th.

Special Note: All the information mentioned above is an estimate so please follow the India Meteorological Department carefully before following this information.

 

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.