Cotton market price : ફેબ્રુઆરી મહિનામાં કપાસની બજારે તેજી પકડીને ખેડૂતોને રાજી કર્યા હતા. પછી માર્ચ મહિનામાં ઘણી બજારોમાં કપાસના ભાવ 1600 ની સપાટી સુધી અથડાતા રહ્યા હતા. માર્ચ મહિનાના એન્ડિંગ સુધી ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા તેમ કહી શકાય.
કપાસની બજારમાં તેજી આવશે?
અત્યારે અમુક ખેડૂતો ઘરમાં કપાસ સાચવીને રાખ્યો છે. તેઓ વધુ સારા ભાવ મળે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ હાલ બજાર સુધરે એવા કોઈ ખાસ કારણો દેખાતા નથી. શરૂઆતમાં વિદેશી બજારોમાં તેજીના કારણે કપાસમાં તેજીની બજારોને હળવી કરી નાખી છે. હાલ વિદેશી બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેજીની સિઝનમાં ન્યૂયોર્ક વાયદો 103 સેન્ટ ની સપાટીએ પહોંચી ગયો હતો. તે આજે નીચે સરકીને 82.66 સેન્ટે પહોંચી ગયો છે.
આ પણ વાચો : કપાસમાં હાલ સ્થિરતાનો માહોલ, જાણો આજના કપાસના ભાવ
એપ્રિલમાં 100 થી 150નો ઘટાડો?
Cotton market price : આમ તો માર્ચ મહિનામાં કપાસનો ભાવ ખેડૂતોને 1,600 સુધી મળી રહ્યો હતો. પરંતુ હવે એપ્રિલ મહિનામાં કપાસના ભાવમાં મંદિ આવી છે. માર્ચ મહિનામાં કપાસના ભાવ 1550 થી 1650 સુધી રહ્યા હતા. અત્યારે ખેડૂતોને સરેરાશ ભાવ 1400 થી 1500 આસપાસ મળી રહ્યા છે. ત્યારે આ શરૂ મહિનામાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટતી બજારના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
આ પણ વાચો : આજે જીરુમાં હળવી તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
ફોરેન રૂની બજાર ઘટી જવાથી મલ્ટીનેશનલ કંપનીઓ નીચા ફાવે રૂ વેચી રહ્યા છે. આપણા જીનર્સોએ ઉચા ભાવે લીધેલા કપાસની ગાંસડી નીચા ભાવે વેચવી પોષાય તેમ નથી. ટૂંકમાં કહીએ તો, જીનર્સોને ડિસ્પેરેન્ટી શરૂ થઈ છે. જેના કારણે જીનર્સોની કપાસની લેવાલી ઘટી ગઈ છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અત્યારે અમુક ખેડૂતો ઘરમાં કપાસ સાચવીને રાખ્યો છે. તેઓ વધુ સારા ભાવ મળે તેની રાહ જોઈને બેઠા છે. પરંતુ હાલ બજાર સુધરે એવા કોઈ ખાસ કારણો દેખાતા નથી.