જીરું વાયદો : જીરાની બજારમાં અગાઉનાં ત્રણ વર્ષ બાદ 2021 ડિસેમ્બરના અંતિમ દિવસોથી બજાર ઊંચકાવાની શરૂ થઇ, તે 2023ની મોસમમાં પા કેલ જીરાએ ખેડૂતોને રૂ.12,000ની ઐતિહાસીક ભાવ સપાટી બતાવી હતી. બસ, ત્યારથી ખેડૂતોએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે 2023-24ની શિયાળું સિઝને જીરૂ જ વાવવું છે. એમાં અધુરામાં પુરૂ હોય તેમ વિતેલ નબળા ચોમાસાને કારણે મોટાભાગનાં વિસ્તારોમાં હોંબેશ પાણી ન હોવાથી અનિશ્ચિત પાણીમાં ખેડૂતોએ જીરા વાવેતરનેપાટે બેસાડ્યું હતું.
ખેડૂતો અને મસાલાનાં વેપારીઓ એમ સૌ કોઇ જાણે છે કે, જીરૂ હવામાન બાબતે એકદમ સંવેદનશીલ પાક છે. હવામાન બગડે તો ઉભા જીરાનાં ખેતરમાં ગમે ત્યારે ગોટો વળી જાય છે. જીરૂની ખેતીને વડવાઓ એટલે જ જુગાર કહેતા હતા. જીરૂનું ખેતરમાં કાલરૂ ખડકાય કે ભરભેગા થાય કે ગુણીઓ ભરાય, ત્યારે ખેડૂતનો જીવ હેઠો બસતો હોય છે. ખેડૂતો કહેતા હોય છે કે જીરૂ વાવી દીધે માટિયાર થઇ જવાતું નથી. સતત ખેતરમાં જઇ નિરીક્ષણ કરી, તાત્કાલીક દવા છંટકાવ કે પિયત આપવા ન આપવાનો નિર્ણય લેવો પડે છે.
આ પણ વાચો : કપાસના વયદામાં તેજી, શું 2000ની સપાટીએ પોગશે? જાણો આજના બજાર ભાવ
જીરું વાયદો : આ માર્ચનાં પ્રારંભે જ ખેડૂતોને અસલ મોસમ વખતે જ કુદરતે કમોસમી વરસાદના પ્રતિકૂળ હવામાન વચ્ચે ઘાંઘા કરી દીધા હતા. બને એટલી ઝડપ અને મજૂરો મળવાની મુશ્કેલી છતાં પાક હાથવગો કરવા રાત-દિવસ એક કરી દીધા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન જીરૂ પાકવાની અવસ્થા ટાંણે સતત જીરાની જાનીદુશ્મન ગણાતી ઝાકળ-ધૂમ્મસ સવારે હાજર થઇ જતી જોવા મળી હતી.
આ પણ વાચો : ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના તમામ બજારોના ભાવ
સરકાર કે કોઇ પણ ટ્રેડ કૃષિ વિભાગ દ્રારા નોંધાયેલ આંકડાને ધ્યાને લઇનેપાકનાં અંદાજો મુકતા હોય છે. આમ વાવેતરની એરરને કારણે ઉત્પાદનનાં અંદાજ ખોટા પડી શકે છે. માર્ચનાં પ્રથમ સપ્તાહમાં જ અમદાવાદ ખાતે મળેલ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ (ફિશ) ની આઠમી મીટમાં દેશમાં જીરૂનો પાક 103 લાખ બોરી ઉત્પાદનનો અંદાજ મુકવામાં આવ્યો છે. જો કે વાર્ષિક સ્પાઇસ મીટમાં પેનલ ચર્ચા દરમિયાન દેશભરમાં 115 થી 121 લાખ બોરી જીરૂ પાક થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાચો : ખરેખર 2000નો ભાવ થશે? કપાસની બજારમાં સતત તેજી
જીરૂ પેદા કરનાર બે અગ્રીમ રાજ્યો રાજસ્થાનમાં 40 થી ૫૫ લાખ બોરી અને ગુજરાતમાં ૫૫ લાખ થી 60 લાખ ગુણી જીરૂ પાકવાની સંભાવનાં બતાવવામાં આવી હતી. મસાલા ટ્રેડ દ્રારા જીરૂ ઉત્પાદનની જે કંઇ સંભાવનાં બતાવવામાં આવી હોય, એનો તાળામેળ તો વર્ષ ઉતર્યે ખબર પડે, પણ આ આછેરો અંદાજ કહી શકાય.
જીરામાં રૂ.૪૫૦૦થી મંદીની શક્યતા નહીવત…
આપણે ત્યાં જીરાનું મુખ્ય માર્કેટ એટલે ઊંઝા સેન્ટર. અહીંથી એક અગ્રણી વેપારી મિત્રનાં કહેવા મુજબ 16, માર્ચ શનિવારે 30 હજાર થી 31 હજાર ગુણી જીરું ની આવક હતી. એમાં 10 હજાર ગુણી રાજસ્થાન એકલાની અને બાકીની કચ્છ-કાઠિયાવાડમાંથી આવક થઇ હતી. એમાંથી 25 હજાર બોરીનાં વેપારો થયા હતા. એક્સપોર્ટક્વોલિટી રૂ.4500 થી રૂ.4700, સારૂ મીડિયમ દડો રૂ.4800 થી 4950, એકદમ કલર રૂ.5000 થી રૂ.5300 અને કલર અને બોલ્ડ દાણો રૂ.5300 થી રૂ.5700 સુધીની બજાર હતી. છેલ્લા સપ્તાહમાં લેવાલી ઠપ્પ થવાને કારણે રૂ.5300 ભાવ હતા, તે ઘટીને રૂ.4800 થયા છે. ટુંકમાં નિકાસ માલની ઘરાકી સંતોષાઇ જતાં પ્રતિમણ રૂ.500 નો ઘટાડો થયો છે. જીરામાં કોઇ કારણ ન આવે તો રૂ.4500 થી મંદી થવાની શક્યતા નથી.
વિદેશી વાવેતર પર તેજી- મંદી નિર્ભર છે…
મસાલા બજારનાં અભ્યાસું વેપારીઓનાં મતે જીરાનો પાક ગત વર્ષ કરતાં મોટો હોવાથી વર્ષ દરમિયાન માલ સતત મળતો રહેવાનો છે. આમ વપરાશી સને્ટરોમાં ખપત પુરતું જીરૂ લવાતું રહેશ. તે થી જીરામાં લાંબા ગાળે પણ તજી દેખાતી નથી. જો કે રૂ.4500 બજાર નીચે જવાની શક્યતા પણ નથી. આપણા દેશની 45 લાખ થી ૫૫ લાખ બોરીની જરૂરિયાત છે, તો અંદાજે જીરૂની નિકાસ 35 લાખ થી ૪૫ લાખ બોરી થવાનો અંદાજ છે. આગામી જૂન-જુલાઇ દરમિયાન ચાઇના, તુર્કિ, સિરિયા, ઇરાન અન અફઘાનિસ્તાન જવો દેશોમાં જીરૂનું વાવતર અને ઉત્પાદન ઉપર આગામી મહિનાની તજી-મંદીનો આધાર છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
એક્સપોર્ટક્વોલિટી રૂ.4500 થી રૂ.4700, સારૂ મીડિયમ દડો રૂ.4800 થી 4950, એકદમ કલર રૂ.5000 થી રૂ.5300 અને કલર અને બોલ્ડ દાણો રૂ.5300 થી રૂ.5700 સુધીની બજાર હતી. છેલ્લા સપ્તાહમાં લેવાલી ઠપ્પ થવાને કારણે રૂ.5300 ભાવ હતા, તે ઘટીને રૂ.4800 થયા છે. ટુંકમાં નિકાસ માલની ઘરાકી સંતોષાઇ જતાં પ્રતિમણ રૂ.500 નો ઘટાડો થયો છે. જીરામાં કોઇ કારણ ન આવે તો રૂ.4500 થી મંદી થવાની શક્યતા નથી.