આ જાતનું જીરું વધુ ઉત્પાદન આપે, ખેડુતો પસંદગીમાં રાખો ખાસ કાળજી

WhatsApp Group Join Now

cultivating cumin : રાજયના સૌરાષ્ટ્રમાં રવિ પાકનું વાવેતર થઇ રહ્યું છે. ખેડૂતો જીરુંની ખેતી (cultivating cumin)કરી રહ્યાં છે. ત્યારે ખેડુતોએ વાવેતર પહેલા બીયારણની પસંદગીમાં ખાસ ધ્યાન આપવુ જોઇએ. જીરુંમાં કંઇ જાત વધુ ઉત્પાદન આપે તેની જાણકારી ખેડુતો પાસે હોવી જરૂરી છે.

દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી

રાજયમાં શિયાળો દરવાજે દસ્તક દઇ રહ્યો છે. મોટા ભાગના ખેડૂતોએ ચોમાસુ પાક લઇ લીધો છે. હવે ખેડુતો શિયાળુ પાક માટે ખેતર તૈયાર કરી રહ્યાં છે. ઘણા ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી પણ દીધું છે. રવિ પાકમાં ખેડૂતો જુવાર, જીરું, ચણા, ઘઉં વગેરેનું પાકોનું વાવેતર કરતા હોય છે. આ વર્ષ રવિ સીઝનમાં ચણાનું વાવેતર વધુ થઇ રહ્યું છે. પરંતુ રવિ પાકનાં વાવેતરને લઇ અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(Amreli Agricultural Science Centre) દ્વારા કેટલીક નવિનતમ જાણકારી આ૫ાવામાં આવી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(Agricultural Science Centre) દ્વારા રવિ પાકના વાવેતરને લઈને મહત્વની જાણકારી બહાર પાડવામાં આવી હતી. મસાલા માટે જીરુંનો પાક ખૂબ જ મહત્વનો પાક ગણવામાં આવે છે. ખેડુતોએ જીરુંનું વાવેતર ક્યાં સમયે કરવું જોઇએ? ખેડુતોએ જીરુંના પાકમાં આવતા રોગનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે? અને જીરુની કેવી જાતને પસંદ કરવી જોઇએ? આ મુદ્દે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રમેશ રાઠોડએ ખેડૂતોને મહત્વની માહિતી આપી હતી.

jiru ni kheti

જીરુંનો પાકએ ખૂબ જ સંવેદનશીલ પાક ગણવામાં આવે છે. ગુજરાતમાં મુખ્ય 4 જાતનાં જીરુંનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ગુજરાત જીરું 1, 2, 3 અને 4 જાત મહત્વની જાત ગણવામાં આવે છે અને જેનું વાવેતર રાજયમાં સૌથી વધુ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગુજરાત જીરું 1 જાત 103 દિવસમાં તૈયાર થઇ જાય છે. 1 હેક્ટરે 500 કિલો જેટલું ઉત્પાદન મળે છે. ગુજરાત 03 એ હેક્ટરે 619 કિલોગ્રામ ઉત્પાદન આપતી જાત છે.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ જીરું ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. મોટાભાગના ખેડૂતો રવિ પાકમાંથી લાખો રૂપિયાની આવક મેળવે છે. જીરુંનો પાકમાં વાવેતર સમયે વિષય નિષ્ણાંત અથવા પાક સંરક્ષણના તમામ પગલાંઓની જાણકારી મેળવી અને યોગ્ય ખાતર અને દવા વાપરવા જોઇએ, તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment