દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી

WhatsApp Group Join Now

Fertilizer subsidy approved : હાલ હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સીઝન માટે ખેડૂતોને ખાતર ઉપર મળતી સબસીડી ને મંજૂરી (Fertilizer subsidy approved) આપી દીધી છે. આનાથી દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે.

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારને કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. આ સાથે જ CCEA ની બેઠક પણ થયો હતી. જેમાં સબસીડીના પ્રસ્તાવના મંજૂરી આપવામાં આવી હતી.

ખેડૂતોને શું ફાયદો થશે?

સરકારના દ્વારા ખાતર પર સબસીડીને મંજૂર કરવાથી ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થતાં ફાયદો થશે.

આ પણ વાચો: 

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કપાસ યાર્ડનાં ભાવ જાણો, આટલી થઇ આવક

ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખમાં વધારો, હવે આ તારીખ સુધી રજિસ્ટ્રેશન શરૂ રહેશે

PM Kisan Yojana : ખેડૂતો માટે ખુશખબર, સરકાર વધારી શકે છે હપ્તો, હવે મળશે 6000 રૂપિયા એટલા નહીં!

 

ખાતરના ભાવ કઈ તારીખ સુધી લાગુ રહશે?

ખાતરના ભાવ 1 ઓક્ટોબરથી 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવતા કહ્યું હતું કે, ન્યુટ્રિઅન્ટ બેસ્ડ સબસિડી (NBS) પોલિસી હેઠળ નક્કી કરાયેલા ભાવ 1 ઓક્ટોબરથી 31 માર્ચ, 2024 સુધી રવિ સિઝન માટે ચાલુ રહેશે. ન્યુટ્રિઅન્ટ બેસ્ડ ફર્ટિલાઈઝર હેઠળ ખેડૂતોને રાહત દરે ખાતર આપવા માટે, સરકાર મોંઘા ખાતરો સસ્તા ભાવે વેચવા માટે સબસિડી આપે છે. ખાતર બનાવતી કંપનીઓને સરકાર રૂપિયા આપે છે.

આ પણ વાચો: 

cotton prices: કપાસ હાલ વેચવો કેટલો યોગ્ય? ભાવમાં થયો આટલો ઘટાડો

ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર

ન્યુટ્રિઅન્ટ બેસ્ડ સબસિડી હેઠળ, નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટાશ (K) અને સલ્ફર (S) માટે સબસિડીના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. આગામી રવિ સિઝન માટે નાઈટ્રોજન પર 47.2 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફરસ પર 20.82 રૂપિયા, પોટાશ પર 2.38 રૂપિયા અને સલ્ફર પર 1.89 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ન્યુટ્રિઅન્ટ બેસ્ડ સબસિડી હેઠળ, નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટાશ (K) અને સલ્ફર (S) માટે સબસિડીના ભાવો નક્કી કરવામાં આવ્યા છે.

આગામી રવિ સિઝન માટે નાઈટ્રોજન પર 47.2 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફરસ પર 20.82 રૂપિયા, પોટાશ પર 2.38 રૂપિયા અને સલ્ફર પર 1.89 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે 22,303 કરોડ રૂપિયાની ખાતર સબસિડીને મંજૂરી આપી છે. NPK ખાતર માટે રવિ સિઝનની નવી ખાતર સબસિડી મંજૂર કરવામાં આવી છે.

રવિ સિઝન માટે DAP પર પ્રતિ ટન 4,500 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. તેથી ખેડૂતો માટે ખાતર સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે.

સરકારી તિજોરી પર 22,303 કરોડ રૂપિયાનો બોજ

સરકારના આ નિર્ણયથી હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેનો માર ભારતીય ખેડૂતોને સહન કરવો નહીં પડે. ખેડૂતો અત્યારે જે ભાવે ખાતર મળી રહ્ય છે તેજ રાહત દરે ખાતર મળતું રહેશે. આ ખાતર સબસિડીના કારણે સરકારી તિજોરી પર 22,303 કરોડ રૂપિયાનો બોજ પડશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment