લસણ ની બજારમાં આવકો થોડી વધી રહી છે, પંરતુ સામે સ્ટોકિસ્ટોની માંગ પણ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. લસણનાં ભાવમાં મણે રૂ.40 થી 50નો સુધારો થયો હતો. લસણની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી રહે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે લસણમાં કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી, પંરતુ બજારો ઓલઓવર સારા રહે તેવી ધારણાં છે.
લસણ માં તેજી
રાજકોટમાં લસણની 2500 થી 2700 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1100 થી 1300, રાશબંધ મિડીયમ રૂ.1400થી 1600 અને સારા માલમાં રૂ.1800થી 2000 હતા. લાડવા ટાઈપ સારા માલમાં રૂ.2100થી 26200 હતાં.
આ પણ વાચો : આજે ઘઉમાં ભુકકા બોલવતી તેજી, જાણો આજના ઘઉ ના બજાર ભાવ
ગોંડલમાં લસણની 1500 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1000 થી 1200, મિડીયમ માલ રૂ.1300 થી 1600, સારા માલ રૂ.2000થી 3200ની વચ્ચે હતાં.
જામનગરમાં લસણની 1700 કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.1030થી 2900 હતાં.
આ પણ વાચો : આજે કપાસમાં ભારે તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
લસણ નાં વેપારીઓ કહે છેકે એમ.પી.માં આવકો 1.50 લાખ કટ્ટા અને રાજસ્થાનમાં 50 હજાર કટ્ટાની આવક થઈ હતી. ભાવ ક્વિન્ટલનાં રૂ.6000થી 26000નાં હતાં. લસણનાં ભાવમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. એમ.પી. માં લસણ માં વેપારીઓ અને ખેડૂતો બંનેની સ્ટોક માટે ખરીદી ચાલુ થઈ હોવાથી ભાવમાં કિલોએ રૂ.4થી 5નો વધારો થયો હતો. આગામી દિવસોમાં જો આવી જ ઘરાકી રહેશે તો ભાવ હજી થોડા ઉપર આવી શકે છે. આવકો હવે વધે તેવા કોઈ ચાન્સ દેખાતા નથી.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજકોટમાં લસણની 2500 થી 2700 કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.1100 થી 1300, રાશબંધ મિડીયમ રૂ.1400થી 1600 અને સારા માલમાં રૂ.1800થી 2000 હતા. લાડવા ટાઈપ સારા માલમાં રૂ.2100થી 26200 હતાં.