અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

WhatsApp Group Join Now

Gujarat daily weather report : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં બે મહત્ત્વના કાર્યક્રમો થવાના છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. જ્યારે 15મી તારીખથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થવાનો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વરસાદ રંગમાં ભંગ ન પાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગ કાંઇક અલગ જ અનુમાન કરી રહ્યુ છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાના એંધાણ છે.

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

પ્રથમ માવઠાની આગાહી: 13 થી 16 તારીખ સુધીની આગાહી, વાવાઝોડાની આગાહી

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

આાજથી વાતાવરણ પલટાશે!

આજે સવારથી અમરેલી જિલ્લામા વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. દામનગર બાદ મોટા આકડીયા નાના આકડીયા મોટા માચિયાળા નાના માચિયાળા ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા થયા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

હવામાન વિભાગની આગાહી

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના શુક્રવારે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રીના રંગમાં પણ ભંગ પડી શકે છે

છૂટાછવાયા વરસાદની આગાહી

આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, 14મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વરસાદ અંગેની આગાહી કરતા તેમણે એમ પણ જણાવ્યુ કે, 14 અને 15 તારીખના રોજ અમદાવાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

15 અને 16 તારીખની આગાહી

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. નોંધનીય છે કે, 15મી તારીખથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને આ દિવસોમાં પણ વરસાદની શક્યતાને કારણે ખેલૈયાઓમાં ચિંતા છવાઇ છે. આ ઉપરાંત એમ પણ જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 15 અને 16 ઓક્ટોબરે વરસાદ થશે તો ત્યારે નવરાત્રી શરૂ થઇ ગઇ હશે. જેના કારણે ખેલૈયાના રંગમાં ભંગ પડવાની શક્યતાઓ છે. આ આગાહીના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. સાથે જ ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે. તેવા સંજોગોમાં વરસાદ થાય તો ખેડૂતોના મોઠામાં આવેલો કોળીયો છીનવાઇ જઇ શકે છે. (Gujarat daily weather report)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment