Gujarat weather forecast : રાજ્યમાં ગઈકાલે અને વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો ગઈકાલે તે શહેરોમાં તાપમાન 37 ડિગ્રી ને પાર નોંધાયો હતો. આ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરી છે.
ગુજરાતમાં ગુરૂવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ. આ સાથે ગરમીમાં પણ વધારો નોંધાયો હતો. ગુરૂવારે 13 શહેરોમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયુ હતુ. આ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે સવાર સુધીમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 22 તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં આગાહી કરાઈ?
આજે ક્યાં કયા વિસ્તારોમાં આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં હિટવેવ રહેવાની શક્યતા છે. તો કેટલાક વિસ્તારોમાં આજે હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. આજે વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે બાદ બીજા દિવસથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે.
આ પણ વાચો : દેશી વિજ્ઞાનને આધારિત પરેશ ગોસ્વામીની વરસાદની આગાહી
હિટવેવ આગાહી
Gujarat weather forecast : આ સાથે ઘણા વિસ્તારોમાં હિટવેવ પણ આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં શક્યતા છે. આવનારા પાંચ દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી
ગઈકાલે રાજકોટ અને અમરેલીમાં તાપમાન નો ફાળો 40 ડિગ્રી પાર નોંધાયો હતો. જ્યારે પોરબંદરમાં 39 ડિગ્રી નોંધાયો, વડોદરા ભુજ અને સુરતમાં 38 ડિગ્રીને પાર તાપમાન ગયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 37 ડિગ્રી ને પર નોંધાયો.
આ પણ વાચો : ગુજરાતમાં માવઠાના શક્યતા? ગુજરાતમાં વાદળો છવાશે? પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં ઉતર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવનો જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અંશત વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ ની આગાહી
તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આજથી તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગઈકાલે ગુજરાતનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. પરંતુ ફરી 22 તારીખે તાપમાનમાં વધારો થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આકરાતા આપનો અનુભવ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
કેટલાક વિસ્તારોમાં આજે હળવો વરસાદ થવાની પણ શક્યતા છે. આજે વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.