gujarat weather forecast : રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન માં ઉછાળો જોવા મળ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ગુજરાત માં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો નલિયા માં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ1 6.5 મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
રાજ્યમાં પવનની દિશામાં બદલાવ શરૂ
ગુજરાતમાં પવનોની દિશા બદલાવાના કારણે તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે સૂર્યના તડકાએ બતાવી દીધું કે આ તો ફક્ત ટ્રેલર છે, અસલી ગરમી તો હવે પડશે. આખરે રાજ્યમાં ભીષણ ગરમીના દિવસો આવી જ ગયા.
આ પણ વાચો : 2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત
હવામાન વિભાગની આગાહી : ચેતી જજો
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતનું આગામી 5 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ થયું છે.
આજે દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના તળેટી અને મેદાનોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજધાનીમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે. પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત છે. ગુજરાતમાં (gujarat weather) હાલ વરસાદની કોઈ આગાહી નથી.
આ પણ વાચો : હવામાનને લઈ રામજીભાઈ કરછીની નવી આગાહી, જાણો વરસાદ આવશે કે નય!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ : અરબી સમુદ્રમાં હલચલ
gujarat weather forecast : બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમીમાં વધારો થશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે.
આ પણ વાચો : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? જાણો નવી આગાહી શું છે
ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન જાહેર કર્યું છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થવાની ભીતી છે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે. એવું કહેતા ખેડૂતોને સલાહ પણ આપી.
ખાસ નોંધ લેવી
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમીમાં વધારો થશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે.