15મી જૂને સાંજે વાવાઝોડું ત્રાટકશે: ગુજરાતનાં આ બે જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદની આગાહી – Heaviest rainfall forecast in these two districts of Gujarat

WhatsApp Group Join Now

15મી જૂને સાંજે વાવાઝોડું ત્રાટકશે: ગુજરાતનાં આ બે જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદની આગાહી – Heaviest rainfall forecast in these two districts of Gujarat

ગુજરાતમાં બીપોરજોઇ વાવાઝોડાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર એકટીવ છે. હાલ વાવાઝોડાની આગાળ વઘવાની ઝડપ 10 કિમીની જણાઇ રહી છે. આ સાથે આગામી 15 તારીખના સાંજ સુધી વાવાઝોડું કચ્છના માંડવી અને પાકીસ્તનના કરાચી વચ્ચે ટકરાશે તેવી શકયતા છે. જેને લઈ માંડવી અને કરાચી વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થશે તેવી અનુમાન છે.

બીપોરજોઇ વાવાઝોડુ 15 જૂનના રોજ જખૌ પોર્ટની પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી શકયતા છે. આગાહી મુજબ 125 કિમીથી 135 કિમીની ઝડપે આ વાવાઝોડું પસાર થશે. જેને લઈ હવે હવામાન વિભાગ દ્વારા આજથી ગુજરાતમા ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ તરફ આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શકયતા છે. આ સાથે પોરબંદર અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ થઈ શકે છે.

14 જૂન:

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં તોફાની પવન સાથે વરસાદ થવાની આગાહી છે. જ્યારે મોરબી, જૂનાગઢ અને  પોરબંદરમાં અતિથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતાઓ આ તારીખ માટે વ્યક્ત કરી છે.

15 જૂન:

જ્યારે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચવાની આગાહી છે ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અતિથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.

16 જુન:

વાવાઝોડું ગયા પછી પણ તેની અસર ગુજરાત પર રહેવાની આગાહી છે, જેમાં કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

17 જૂન:

બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

A storm will hit on the evening of June 15: Heaviest rainfall forecast in these two districts of Gujarat – Heaviest rainfall forecast in these two districts of Gujarat

A new update is coming out regarding Biporjoi Cyclone in Gujarat. The cyclone is currently active 290 km from Dwarka. At present, the speed of the front of the storm is seen to be 10 kmph. Along with this, there is a possibility that the cyclone will hit between Mandvi in Kutch and Karachi in Pakistan till the evening of 15th. It is predicted that the cyclone will make landfall between Le Mandvi and Karachi.

Cyclone Beporjoi is likely to pass over Jakhou Port on June 15. According to the forecast, this storm will pass at a speed of 125 km to 135 km. Due to which now the Meteorological Department has predicted heavy rain in Gujarat from today. On the other hand, according to the forecast, there is a possibility of heavy rain in North Gujarat as well. Along with this, Porbandar and Dwarka are likely to receive maximum rainfall.

June 14:

Rain with gusty winds is forecast in Kutch and Devbhoomi Dwarka. While Morbi, Junagadh and Porbandar are predicted to receive very heavy rains. The Meteorological Department has expressed the possibility of heavy rain in Rajkot and Junagadh for this date.

June 15:

While the cyclone is forecast to reach the coast of Gujarat, there are chances of heavy rainfall in Kutch, Devbhoomi Dwarka and Jamnagar. While Morbi, Rajkot, Porbandar and Junagadh may experience very heavy rains. Apart from this, heavy rain may occur in Banaskantha, Patan, Sabarkantha, Mehsana, Gandhinagar, Ahmedabad, Surendranagar, Botad, Bhavnagar, Amreli, Gir-Somnath, Anand, Bharuch, Surat, Navsari, Valsad.

June 16:

Even after the storm passes, its impact is expected to continue over Gujarat, with heavy to very heavy rain expected in Kutch, Morbi, Banaskantha, Sabarkantha, Patan, Mehsana. While Devbhoomi Dwarka, Porbandar, Junagadh, Gir Somnath, Surendranagar, Ahmedabad, Gandhinagar, Aravalli are expected to experience heavy rain.

June 17:

Banaskantha and Sabarkantha are forecast to receive heavy to very heavy rains. While the possibility of heavy rain has been expressed in Patan, Mehsana and Gandhinagar.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.