3 દિવસ ભારે મેઘ તાંડવ, 7, 8 અને 9 તારીખમાં ભારે વરસાદની આગાહી – Heavy rain for 3 days
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ રેટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ, બોટાદ, નવસારી, તાપી અને ડાંગમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો: પુનર્વસુ નક્ષત્ર: કયુ વાહન છે? આ નક્ષત્રમાં વરસાદ જોગ
7 જુલાઈ: 7 તારીખના રોજ પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી જુનાગઢ,ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. સાથે પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
8 જુલાઈ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને કચ્છમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે.
9 જુલાઈ: 9 જુલાઈના રોજ ભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ સાથે ભારે વરસાદની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.
10 જુલાઈ: સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ, પાટણ અને મહેસાણામાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે.
Heavy rain for 3 days, Heavy rain forecast on 7th, 8th and 9th
Heavy rain is predicted in Saurashtra and South Gujarat today. Orange alert has been given in eight districts. Orange rate has been declared in Junagadh, Gir Somnath, Amreli, Bhavnagar, Bharuch, Surat and Valsad with heavy rain forecast. Light to moderate rain is likely over Banaskantha, Sabarkantha, Porbandar, Rajkot, Botad, Navsari, Tapi and Dang.
July 7: Orange alert has been declared in five districts on 7th. Among which there is possibility of heavy rain with orange alert in Junagadh, Gir Somnath, Amreli, Navsari and Valsad. Also, there is a possibility of light to moderate rain in Porbandar, Rajkot, Bhavnagar, Anand, Bharuch, Surat, Tapi and Dang.
July 8: Heavy rain is likely in Devbhoomi Dwarka, Porbandar, Jamnagar, Navsari and Valsad. Light to moderate rain is forecast over Rajkot, Junagadh, Amreli, Bhavnagar, Bharuch, Surat and Kutch. Rain showers may be seen in the rest of the areas.
July 9: Heavy rain is likely on July 9. Orange alert has been announced in Kutch and North Gujarat. Out of which there is a possibility of heavy rain with orange in Kutch, Banaskantha, Sabarkantha, Patan and Mehsana. Light to moderate rain is likely over Devbhoomi Dwarka, Jamnagar, Morbi, Ahmedabad, Gandhinagar, Aravalli and Mahisagar.
July 10: Orange Alert declared in Sabarkantha and Banaskantha. There is a possibility of heavy rain. Light to moderate rain is likely over Kutch, Patan and Mehsana. There is a possibility of scattered showers in the rest of the areas.