બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે

rain forecast for two days : ચોમાસાહે વિદાય લીધા બાદ છેલ્લા બે દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હજુ પણ બે દિવસ એટલે કે આ છે અને આવતીકાલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

મેચની મજા બગાડશે વરસાદ? હવામાન વિભાગની છેલ્લી ઘડીની આગાહી શું કહે છે?

અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

આજે ક્યાં વિસ્તારોમાં વરસાદ ની આગાહી

rain forecast for two days : આજે મહીસાગર અરવલ્લી સાબરકાંઠા તો સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે.

ક્યા ક્યા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો

ગઈકાલની વાત કરવામાં આવે તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટ શહેર સહિત આસપાસના ગામડા ના વિસ્તારોમાં પણ વરસાદ હતો.

હવામાન વીભાગ ની આગાહી અનુસાર કચ્છના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. દિવસ ભર ભારે બફારા અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

જુનાગઢ, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસી મધ્યમ વરસાદની ઝાપટા જોવા મળ્યા હતા. ગોંડલ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. (rain forecast for two days)

માર્કેટયાર્ડમાં ભારે વરસાદને લઈને ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ હતી.

તાલુકાના મોવિયા સહિતના અનેક ગામોના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ગોંડલ પંથકમાં વરસાદને લઈને કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.

ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા 

જેતપુરમાં પણ શુક્રવાર સાંજના સમયે વરસાદી માહોલે જમાવટ કરી હતી. જેતપુર સાંજ ના સમયે વાતાવરણ માં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા.

જેતપુરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેતપુરવી તીન બત્તી ચોક, સ્ટેન્ડ ચોક, જૂનાગઢ રોડ, એમજી રોડ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં મોડી રાત્રે કાલાવડ શહેર તથા તાલુકાના અનેક ગામોમા વરસાદ વરસ્યો.

કાલાવડમાં ગત રાત્રીના 40 મીમી વરસાદ પડયો છે. કાલાવડ શહેર ઉપરાંત તાલુકાના નીકાવા, શિશાંગ , રાજડા , મોટા વડાલા ,આણંદપર સહિતના ગામોમા પણ વરસાદ પડ્યો હતો.

આ રાજ્યોમાં વરસાદનું અનુમાન

IMD એ જણાવ્યું હતું કે, દક્ષિણના રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા સિવાય બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચોમાસુ પાછુ ખેંચવા માટે સ્થિતિ એકદમ અનુકૂળ જણાઈ રહી છે. ભારતીય હવન ભાગે કહ્યું કે, જમ્મુ અને પાકિસ્તાનના કેટલાક ભાગો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારોના હવામાનમાં ફેરફારને પ્રબળ સંભાવના રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment