Heavy rain : ભારતીય હવામાન વિભાગ દ્વારા એક નવું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવામાનશાસ્ત્રીઓએ મધ્ય ભારતથી લઇને વિદર્ભ અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. દેશના કેટલાક ભાગોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ પણ ઉડવાની આગાહી કરી છે.
વાવાઝોડા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને કરા પડવાની પણ આગાહી કરાઈ છે. 12 એપ્રિલ સુધી મધ્ય ભારતમાં ભારે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ પણ વાચો : ટીટોડીનાં ઇંડા પરથી ચોમાસાનો વર્તારો, કયારે વાવણી થશે? ચોમાસું કેવું રહેશે?
મધ્ય ભારતના ઘણા ભાગોમાં ભારે પવન અને કરા પડવાની પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હાલ આ દિવસોમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. હવામાનમાં બદલાવને કારણે ગરમીમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચક્રવાત સાથે વરસાદની આગાહી, 12 થી 17 એપ્રિલ ભારે વરસાદ, અંબાલાલ પટેલે કરી આગાહી
હિમાચલ અને જમ્મુ-કાશ્મીર માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Heavy rain : IMD એ હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ રાજસ્થાન માટે એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, હવામાન વિભાગે હિમાચલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર આપ્યું છે. 14 એપ્રિલે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આ દિવસે હિમાચલમાં 64 થી 115.5 મિલીમીટર વરસાદ નોંધાવાની શક્યતા છે.
આ પણ વાચો : આ 3 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
જમ્મુ-કાશ્મીરની સાથે લદ્દાખમાં 13 થી 14 એપ્રિલ સુધી મુશળધાર વરસાદની શક્યતા છે. અહીં પણ 115 mm વરસાદની શક્યતા છે. આ સિવાય ભારે હિમવર્ષા થવાની પણ સંભાવના છે. બીજી તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં 14 એપ્રિલે કરા પડવાની શક્યતા છે. રાજસ્થાનમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ ફૂંકાય તેવી આગાહી કરાઈ છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.