heavy rain : ગુજરાતમાં ઠંડી ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓનો અનુભવ થશે તેવી આગાહી સામે આવી રહી છે ગુજરાતમાં ફેબ્રુઆરીમાં ગરમી પડી રહી છે ત્યારે ગુજરાતમાં વરસાદનું સંકટ તોડાય રહ્યું છે આજે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસેમ્બર સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે
અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી જણાવી છે. જેમાં ગુજરાતમાં આગામી 24 કલાક વાતાવરણ સુકું રહેશે. જે બાદ પહેલી અને બીજી માર્ચના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. એક માર્કના રોજ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે બે માર્ચના રોજ કચ્છ પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી, આ 5 જિલ્લામાં ખાસ આાગાહી
તાપમાનમાં ફેરફાર
હવામાન વિભાગના રામશ્રય યાદવ એ તાપમાનમાં બદલાવ અંગે જણાવ્યું કે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર આવવાની શક્યતા દેખાઈ રહી નથી. બુધવારે અમદાવાદમાં વેશ અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાવાયું હતું. જ્યારે આજે અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ : ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ, પછી ઠંડીનો રાઉન્ડ!
વરસાદ પરવાનું કારણ શું?
મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ કેમ પડશે તે અંગેનું પણ કારણ જણાવ્યું છે તેમને કહ્યું કે એક માર્ચ ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં (heavy rain)હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વેસ્ટન ડિસ્ટર્બન્સ ની અમુક લહેર દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે તે ગુજરાત સુધી લંબાવવાની શક્યતા છે. જેના કારણે એક માર્ચ અને બે માર્ચ ના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા આ ચાર જિલ્લામાં 1 માર્ચ અને 1 માર્ચ દરમિયાન વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા સહિત મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. વધુમાં પરેશ ગોસ્વામી જણાવે છે કે, આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં છાટ છુટ થઈ શકે છે. અને તે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે. આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાત માં સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.