Heavy rain : રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠું પણ થયું છે. મોરબીમાં સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો જોવા મળ્યો હતો. જે બાદ માવઠું વરસ્યું હતુ. મોરબી ઉપરાંત અંબાજીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જો વરસાદ થાય, તો કોઈ પણ જણસી બગડે નહીં, તે માટે અત્યારથી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ત્યારે આજે રાત્રે ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આજે આ ત્રણ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?
Heavy rain : સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વીજ ગર્જના સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમા ભરૂચ અને સુરતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાથે કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક – Heavy rain
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.