10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓ પણ પડશે, બરાબર ખરા ટાણે આવ્યાં મેઘરાજા – heavy rains
heavy rains : વરસાદનો વધુ રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે જે આવતીકાલથી શરુ થઈ શકે છે. હવામાન વિભાગે આજે એટલે કે શનિવાર (16 સપ્ટેમ્બર)ના રોજ વરસાદને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં પણ વરસાદી માહોલ જારી રહે તેવી શક્યતા છે. 23 અને 24 સપ્ટેમ્બરની આસપાસ દિલ્હી NCRના હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં શનિવારે (16 સપ્ટેમ્બર) દિવસભર વાદળછાયું રહેવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાચો: અશોકભાઈ પટેલની આગાહી : ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદ, મજબુત સિસ્ટમ ભુકકા બોલાવશે
આ રાજ્યોમાં પડશે વરસાદ
વિભાગ (IMD)એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
તે જ સમયે, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.
ઈન્દોરમાં વરસાદને કારણે આજે તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે.
તે જ સમયે, મહારાષ્ટ્રના પાલઘર અને ધુલે વિસ્તારમાં ભારે વરસાદની આશંકા છે.
બીકાનેરના રણમાં વરસાદે તબાહી મચાવી
રણમાં આવેલા ગામડાઓમાં માત્ર પાણી જ દેખાય છે.
શુક્રવારે બીકાનેરના ખાજુવાલા વિસ્તારમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો અને સિંચાઈ વિભાગ કોલોનીની લગભગ 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી.
લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી. જયપુર, અજમેર અને નાગૌર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ માટે ત્રણ પ્રકારના એલર્ટ જારી કર્યા છે – રેડ, ઓરેન્જ અને યલો.
છિંદવાડા, નિવારી, રાયસેન અને નર્મદાપુરમમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ છે.
વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને શનિવારે ઈન્દોર, નર્મદાપુરમ અને હરદામાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવામાં આવી હતી.
અગમચેતીના પગલારૂપે વહીવટી તંત્રએ તવા ડેમના તમામ દરવાજા ખોલી દીધા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.
ગુજરાતમાં ખેંચાયો છે વરસાદ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમા છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાયો છે. શરુઆતના દોઢ મહિના જેટલા સમયગાળમાં ગુજરાતમાં સારો વરસાદ ખાબક્યો હતો પરંતુ તે પછી ધીમે ધીમે ગાયબ થઈ ગયો, એક તબક્કે તો એવું લાગતું હતું કે જાણે હવે વરસાદ જ નહીં આવે પરંતુ ફરી એક વાર ગુજરાત સહિત બાકીના રાજ્યોમાં વરસાદના યોગ સર્જાયા છે.