Today Gujarat Weather Forcast : આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે? જાણો વિસ્તાર વાઈઝ આગાહી

WhatsApp Group Join Now
સાવધાન! રાજ્યનાં 17 જિલ્લામાં આજે છે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Today Gujarat Weather Forcast : રાજ્યમાં ફરીથી મેઘરાજાએ રંગત જમાવી છે. આજે રવિવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં વરસાદી માહોલની સંભાવના છે.

આ પણ વાચો: 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓ પણ પડશે, બરાબર ખરા ટાણે આવ્યાં મેઘરાજા

જ્યારે દાહોદમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

તો એની સાથે અમદાવાદ જિલ્લા સહિત 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ સાથે નર્મદ નદીનું જળ સ્તર પણ વધી રહ્યુ છે જેના કારણે નદી પાસેના નીચાણવાળા વિસ્તારોનાં લોકોને સાવચેત રહેવાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

17મીએ દાહોદમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત જે જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકશે તેમાં છોડાઉદેપુર, પંચમહાલ અને અરવલ્લીનો સમાવેશ થાય છે.

તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે તેમના અનુમાનમાં જણાવ્યું કે, વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સક્રિય છે.

જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની સંભાવના છે.

વેલ માર્ક લો પ્રેશરને કારણે આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, સોમવારે 18મીએ પણ રાજ્યમાં ભારેથી અતિભારે અને ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ તારીખે પાટણ અને મહેસાણામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે.

ઉપરાંત અમદાવાદ, ખેડા, અરાવાલ્લી અને આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો

નોંધનીય છે કે, શનિવારની માહિતી પ્રમાણે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે.

ઈન્દીરા સાગર ડેમના 12 દરવાજા 10 મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમવાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના 10 દરવાજા બપોરે 12 કલાકે 1.40 મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ 1,45,000 પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ.

બપોરે 1 વાગ્યે ડેમની પાણીની સપાટી 136.36 મીટર થઇ છે.

પાણીની આવક 9,16,895 ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક 8,11,340 ક્યુસેક છે.

નદીમાં કુલ પાણીની જાવક 1,42,166 ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં 25 સે.મી.નો વધારો જોવા મળી રહ્યો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment