16,17 અને 18 જુલાઇમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી – Heavy to very heavy rain forecast on July 16, 17 and 18

WhatsApp Group Join Now

Heavy to very heavy rain forecast

ગુજરાતમાં વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં લગભગ તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ વરસાદ વરસાવ્યો છે. જેને લઇને નદી નાળાઓ માં પૂર આવ્યા છે. તો સ્થાનિક જળાશયોમાં પણ વિપુલ પ્રમાણમાં ચલ રાશિની આવક થઈ છે. સાથે સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યમાં વધુ એક વરસાદ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. પરિણામે ચાર દિવસ સુધી મેઘરાજાની બેટિંગ ચાલે તેવી શક્યતાઓ જોવા મળી રહે છે.

આગામી તારીખ 16 જુલાઈ એટલે કે આવતીકાલથી વરસાદી માહોલ બંધાવવાનું શરૂ થશે અને 19 જુલાઈ સુધીના સમયગાળામાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાશે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

16 જુલાઈ: આવતીકાલે 16 જુલાઈ ના રોજ ડાંગ, તાપી, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ભાવનગર, અમદાવાદ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે.

17 જુલાઈ: 17 તારીખ ના રોજ સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને પોરબંદરમાં વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

 18 જુલાઈ: 18 જુલાઈ ના રોજ તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બોટાદ, બનાસકાંઠા, પાટણ અને પોરબંદર માથે વરસાદની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.