રાજ્યમાં ચાર દિવસ કેવો રહેશે વરસાદ? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી – How will the rain be for four days in the state

WhatsApp Group Join Now

રાજ્યમાં ચાર દિવસ કેવો રહેશે વરસાદ? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી – How will the rain be for four days in the state

રાજ્યમાં આ મહિનામાં વરસાદ ઘણો જ ઓછો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ મહિનામાં 159 એમએમ વરસાદ થવો જોઇએ તો હતો. પરંતુ ચાલુ મહિનામાં માત્ર 17 એમએમ વરસાદ જ વરસ્યો છે. આ સાથે તેમણે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસશે.

હવામાન વિભાગની આગાહી

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તીએ સોમવારે બપોરે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં આવતા પાંચ દિવસમાં વધારે વરસાદની સંભાવના નથી. પરંતુ 24 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે આજથી વરસાદ ફરીથી ઓછો થઇ જશે.

મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, આજથી દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના એક બે વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી.

અમદાવાદમાં વરસાદ અંગે જણાવતા કહ્યુ કે, શહેરમાં પણ એક કે બે વાર હળવો વરસાદ થઇ શકે છે. રાજ્યમાં 26 ટકા વધારે વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં જોવામાં આવે તો સારો વરસાદ વરસ્યો નથી. નર્મદા, ખેડા, વડોદરા, ગાંધીનગર અને દાહાદ એમ પાંચ જિલ્લામાં વરસાદ ઓછો છે. ઓગસ્ટમાં આખા ગુજરાતમાં માત્ર 17 મિલીમિટર વરસાદ પડ્યો છે. પરંતુ જુન જુલાઇમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, કોઈ સિસ્ટમ સક્રિય ન હોય છતાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 22, 23 અને 24 ઓગસ્ટે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. ઓગસ્ટના અંતમાં વરસાદની સિસ્ટમ સારી થશે. ઓગસ્ટના અંતમાં વરસાદી ઝાપટા થઇ શકે છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે. તેના કારણે 27 ઓગસ્ટ બાદ વરસાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. જેના કરને 27 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી સિસ્ટમનો વરસાદ આવવાની શક્યતા રહેશે.

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment