ગુજરાતના ચોમાસા પર અલનીનોની અસર: ખેડૂતો માટે હવામાન વિભાગની માઠી આગાહી, જુઓ ક્યારે પડશે વરસાદ? – Impact of Al Nino on Gujarat Monsoon
આ પણ વાચો: અંબાલાલની આગાહી: ગુજરાતમાં આજથી મેઘરાજાનું આગમન, આ તારીખથી રાજ્યમાં વધશે ગરમી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ. આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ થઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરનાં કારણે વરસાદની શક્યતા નહિવત છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ પડ્યો
સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ તાપીમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદની સંભાવનાં છે.
હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગનાં મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી.