મેચની મજા બગાડશે વરસાદ? હવામાન વિભાગની છેલ્લી ઘડીની આગાહી શું કહે છે?

Today Ahmadabad Weather : અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજવાની છે. ત્યારે ક્રિકેટ રશિયાઓ માટે એક ચિંતા છવાઈ છે કે, અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં. જો વરસાદ પડશે તો ખેલાડીઓ અને ક્રિકેટ રશિયાઓ ના રંગમાં ભંગ પડી શકે છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે જણાવતા કહ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સુકુ રહેવાની શક્યતા છે.

આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતી કાલથી વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. જ્યારે 15 અને 16 ઓક્ટોબરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે.

આજે અમદાવાદમાં વરસાદ પડશે?

Today Ahmadabad Weather : આજે  અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. ત્યારે આગાહી કરતા જણાવ્યું હતું કે, શનિવારે વરસાદની શક્યતા દેખાતી નથી. અમદાવાદમાં મેચ દરમિયાન વરસાદની વધારે સંભાવના નથી. પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આજે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે આજે શનિવારે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું હતું કે, 14 થી 17 તારીખમાં વરસાદ થવાની શક્યતા છે. આ દિવસોમાં અમદાવાદ, મહીસાગર, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment