cotton price in botad : સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતા બોટાદના કોટન યાર્ડમાં આજે 50000 મણ કપાસની આવક નોંધાઇ હતી. તેમજ એક મણ કપાસનાં ખેડૂતોને 1570 રૂપિયા ભાવ મળ્યાં હતાં. યાર્ડ બહાર વાહનોની લાઇન લાગી હતી.
બોટાદ શહેરનું માર્કેટિંગ યાર્ડએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માટેનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. અહીં માત્ર બોટાદ જ નહીં પરંતુ આજુબાજુના જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસનો પાક વેચવા માટે અહીં આવી પહોંચે છે. અને અહીં સારા મહત્તમ ભાવો પણ મળી રહે છે.
આ પણ વાચો:
મગફળીમાં રૂ.2000નો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો, જાણો આજના તમામ બજારોના ભાવ
આજે ક૫ાસમા હળવી તેજી દેખાઇ, જાણો આજના તમામ બજરોના ભાવ
એરંડામાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના એરંડાના તમામ માર્કેટના બજાર ભાવ
cotton price in botad : બોટાદ શહેરમાં સૌરાષ્ટ્રમાં કોટન યાર્ડમાં પ્રથમ સ્થાન ધરાવતું બોટાદના કોટન યાર્ડમાં આજે 50000 મણ કપાસની આવક થતા બોટાદ કોટન યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને કપાસથી કોટન યાર્ડ ઉભરાયું હતું. આજે મોટી સંખ્યામાં બોટાદ સહિતના આજુબાજુના જિલ્લામાંથી કપાસનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે આજે કપાસનો ભાવ 1400 થી 1570 રૂપિયા પ્રતિમણ દીઠ ખેડૂતોને ભાવ મળ્યો હતો.
હાલ બોટાદ કોટન સબ યાર્ડમાં તાજેતરમાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા આશરે 520 જેટલા ટેમ્પા, 270 જેટલા મોટા વાહનોની લાઇન લાગી હતી. શરૂઆત માજ 50 હજાર મણ કપાસની આવક થવા પામી છે. ત્યારે કપાસનો ભાવ 1400 થી 1570 રૂપિયા પ્રતિ મણ દીઠ સુધી ના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.
cotton price in botad : બોટાદ જિલ્લાના ખેડૂતો કપાસ સાથે અન્ય જણસીના વેચાણ ભાવ સારા મળ્યા હતા. જુવારની કુલ 2 ક્વિન્ટલ આવક થઇ હતી જેના ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 1,160 સુધી બોલાવ્યા હતા. સફેદ તલની કુલ 106 ક્વિન્ટલ આવક થઈ હતી, તેના ભાવ 2375 થી 3,530 સુધી રૂપિયા પ્રતિમણ દીઠ બોલાયા હતા. કાળા તલની કુલ 22 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 2780 થી 3,375 સુધી રૂપિયા પ્રતિમણ દીઠ બોલાયા હતા.
જીરુંની એક ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 6100 થી 9790 રૂપિયા સુધી પ્રતિમણ દીઠ બોલાયા હતા. જ્યારે ચણાની કુલ 6 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 900 થી 1158 રૂપિયા પ્રતિમણ દીઠ સુધી બોલાયા હતા. જ્યારે મગની 14 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 1500 થી 2095 રૂપિયા સુધી પ્રતિમણ દીઠ બોલાયા હતા અને અડદની કુલ આઠ ક્વિન્ટલ આવક થઈ હતી જેના ભાવ ₹1,715 રૂપિયા સુધી પ્રતિમણ દીઠ બોલાયા હતા.