ભારત પાકિસ્તાનની મેચના દિવસે અમદાવાદમાં પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel : ગુજરાતમાં હાલ વાતાવરણ બદલાયું છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેતા વાતાવરણ શુષ્ક બન્યું છે. આ સાથે વાતાવરણમાં ગુલાબી ઠંડી નો અનુભવ થઈ રહ્યો છ. આ બધાની વચ્ચે 14 ઓક્ટોબરને દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવાની છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદ અંગેની આગાહી કરી છે. ત્યારે જોઇએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે આવતીકાલે થનાર મેચ દરમિયાન વરસાદ બનવાની શક્યતા છે કે નહીં.

અમરેલીમાં ઝાપટું પડ્યું, જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે?

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

અંબાલાલ પટેલની આગાહી

હવામાન અંબાલાલ પટેલ (Ambalal Patel)ના જણાવ્યા અનુસાર શિયાળાની શરૂઆતમાં બે બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ સાથે વધુમાં જણાવ્યું કે 16 તારીખના રોજ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત 18 તારીખથી એકલો પ્રેશર બનશે અને 22 તારીખ સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડું મજબૂત હશે. તેને ઉત્તર પૂર્વે પવનોની ગતિ મળશે. બંગાળના ઉપસાગર નો ભેજ મળશે. જેના કારણે આ સિસ્ટમ મજબૂત બને તેવી શક્યતા છે. જેના લીધે પશ્ચિમ ઘાટ પર નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

આવતી કાલે કેવો વરસાદ રહેશે

આવતીકાલે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું કે, 14 તારીખથી 17 તારીખ સુધી વરસાદની આગાહી છે. આ દિવસોમાં આણંદ, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ અમદાવાદમાં વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, 14 અને 15 ઓગસ્ટના રોજ અમદાવાદના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. 14 તારીખના રોજ વરસાદની શક્યતા છે. જોકે ક્રિકેટ રશિયાઓ રંગમાં ભંગ નહીં પડે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, 15 થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. હવે મને વિભાગ દ્વારા ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment