જીરૂ વાયદો : જીરૂની બજારમાં શનિવારે ભાવ નરમ રહ્યા હતા. ગુજરાતમાં જીરૂની કુલ આવક 70 હજાર બોરીની થઈ હતી, જેમાં એકલા ઊંઝામાં 40 થી 42 હજાર બોરીની આવક હતી. જોકે ઊંઝાની કુલ આવકમાં મોટા ભાગની આવક રાજસ્થાનનાં જીરૂની હતી. ગુજરાત લોકલ જીરૂની આવકો હવે પૂરી થવા આવી છે અને ખેડૂતો નીચા ભાવ હોવાથી કોઈ વેચાણ કરવાનાં મૂડમાં નથી. બીજી તરફ જીરૂમાં લેવાલી પણ ઓછી હોવાથી શનિવારે ભાવમાં મણે રૂ.40થી 50નો ઘટાડો હતો.
જીરુના ભાવ વઘશે કે ઘટશે?
જીરૂનાં વેપારો કહે છેકે ઉંઝામાં રાજસ્થાનનાં જીરૂની રોજની 25થી 30 હજાર બોરીની આવક થાય છે. સામે મસાલા કંપનીઓ કે નિકાસકારોની લેવાલી બહુ જૂજ છે. રમજાન ઈદ પૂરી થયા બાદ ગલ્ફની માંગ કેવી આવે છે તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.
આ પણ વાચો : એરંડામાં ભુકકા બોલવતી તેજી, જાણો આજના એરંડાના તમામ માર્કેટના બજાર ભાવ
જીરૂ વાયદો : રાજકોટમાં જીરૂની પાર્ટીઓ કાચી પડ્યાં બાદ આ વર્ષે એક પણ મસાલા કોમોડિટીમાં સ્ટોકિસ્ટો સ્ટોક કરવાનાં મૂડમાં નથી અને અનેક નાના વેપારીઓ નાણાકીય કટોકટીમાં આવી ગયા હોવાથઈ કોઈને વેપાર કરવાનો મૂડ નથી. આ તરફ ચૂંટણી હોવાથી રોકડની હેરફેર ઉપર પોલિસની નજર હોવાથી પણ વેપારીઓ ઓછું કામ કરી રહ્યાં છે.
જીરુના ભાવ શું ચાલી રહયા છે?
રાજકોટમાં જીરુના ભાવ 3825 થી 4770 રૂપીયા ભાવ રહયો હતો. ગોંડલમાં જીરુના ભાવ 3301 થી 4826 રૂપીયા ભાવ રહયો હતો.
આ પણ વાચો : કપાસનો ભાવ ઘટશે કે 2000ની સપાટીએ પહોચશે? જાણો શુ કહે છે બજારો?
જેતપુરમાં જીરુના ભાવ 4200 થી 4700 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં જીરુના ભાવ 3900 થી 4685 રૂપીયા ભાવ રહયો હતો.
વાંકાનેરમાં જીરુના ભાવ 3500 થી 4575 રૂપીયા ભાવ રહયો હતો. અમરેલીમાં જીરુના ભાવ 3670 થી 5000 રૂપીયા ભાવ રહયો હતો.
જીરુના ભાવ (07-04-2024)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 3825 | 4770 |
ગોંડલ | 3301 | 4826 |
જેતપુર | 4200 | 4700 |
બોટાદ | 3900 | 4685 |
વાંકાનેર | 3500 | 4575 |
અમરેલી | 3670 | 5000 |
જસદણ | 4000 | 4650 |
કાલાવડ | 4100 | 4615 |
જામજોધપુર | 3800 | 4581 |
જામનગર | 4000 | 4635 |
મહુવા | 3501 | 4600 |
જુનાગઢ | 3500 | 4640 |
સાવરકુંડલા | 4100 | 4701 |
તળાજા | 5300 | 5301 |
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જીરૂનાં વેપારો કહે છેકે ઉંઝામાં રાજસ્થાનનાં જીરૂની રોજની 25થી 30 હજાર બોરીની આવક થાય છે. સામે મસાલા કંપનીઓ કે નિકાસકારોની લેવાલી બહુ જૂજ છે. રમજાન ઈદ પૂરી થયા બાદ ગલ્ફની માંગ કેવી આવે છે તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.