જીરુના ભાવ માં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. હાજર બજારમાં જીરૂનાં ભાવમાં મણે રૂ.50 થી 60નો સુધારો નોંઘાયો. જીરૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

જીરૂનાં વેપારીઓ કહેછે કે, જીરૂમાં વેચવાલી ઓછી છે અને સામે માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી હોવાથી બજારો દશેક દિવસ બંધ રહેવાનાં છે, જેને કારણે આવકો ઓછી રહેશે. આવી સ્થિતિમાં જીરૂની બજારમાં ટેકો મળ્યો છે.
આ પણ વાચો : જીરુની બજાર રૂ.9000 ની સપાટીએ પોગશે? જાણો શુ કહી રહી છે બજારો
જીરુના ભાવ : જીરૂ બેન્ચમાર્ક એપ્રિલ વાયદો રૂ.90 વધીને રૂ.23850ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની વાયદા બજારમાં આગળ ઉપર સટ્ટાકીય મુવમેન્ટની સંભાવનાં ઓછી છે. રાજકોટમાં જીરૂની કેટલીક પાર્ટીઓ કાચી પડી હોવાનાં સમાચાર બાદ જીરૂમાં બદલાનાં વેપારો ડબ્બામાં બહુ ઓછા થઈ ગયા છે. ગત વર્ષની ઘટનાથી બોધપાઠ લઈને નાના વેપારીઓ જીરૂનાં સટ્ટા- ડબ્બાથી અત્યારે દૂર થવાનાં મૂડમાં છે. સટ્ટોડિયાની નજર આ વર્ષે ધાણા અને ગવાર-ગમ ઉપર વધારે રહેલી છે.

જીરુના બજાર ભાવ (20/03/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 4150 | 4832 |
| ગોંડલ | 3801 | 4826 |
| જેતપુર | 4200 | 4771 |
| બોટાદ | 4015 | 4850 |
| વાંકાનેર | 3200 | 4750 |
| અમરેલી | 3500 | 4820 |
| જસદણ | 4000 | 4650 |
| કાલાવડ | 4300 | 4800 |
| જામજોધપુર | 4200 | 4800 |
| જામનગર | 3000 | 4750 |
| મહુવા | 3601 | 5495 |
| જુનાગઢ | 4000 | 4675 |
| સાવરકુંડલા | 2800 | 4700 |
| તળાજા | 5115 | 5116 |
| મોરબી | 4150 | 4700 |
| રાજુલા | 4825 | 4826 |
| બાબરા | 4195 | 4925 |
| ઉપલેટા | 3000 | 4570 |
| ધોરાજી | 4296 | 4571 |
| પોરબંદર | 3525 | 4575 |
| વિસાવદર | 3750 | 4250 |
| જામખંભાળિયા | 4400 | 4885 |
| ભેસાણ | 3500 | 5025 |
| દશાડાપાટડી | 4000 | 4725 |
| લાલપુર | 3770 | 4575 |
| ધ્રોલ | 3450 | 4620 |
| માંડલ | 4051 | 4901 |
| ભચાઉ | 3900 | 4612 |
| હળવદ | 4250 | 4851 |
| ઉઝા | 3450 | 6500 |
| હારીજ | 3850 | 4824 |
| પાટણ | 3400 | 4600 |
| ધાનેરા | 3700 | 4604 |
| થરા | 4121 | 5781 |
| રાધનપુર | 4100 | 5700 |
| દીયોદર | 3600 | 4800 |
| ભાભર | 4000 | 4800 |
| સિધ્ધપુર | 3655 | 4500 |
| બેચરાજી | 2950 | 4566 |
| સાણંદ | 4070 | 4400 |
| થરાદ | 4100 | 5250 |
| વીરમગામ | 3000 | 4655 |
| વાવ | 2500 | 5151 |
| સમી | 4200 | 4600 |
| વારાહી | 4200 | 5411 |
| લાખાણી | 4480 | 4481 |
અગત્યની લિંક
| લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
| હોમ પેજ | અહિં કલીક કરો |
| વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
| Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જીરૂનાં વેપારીઓ કહેછે કે, જીરૂમાં વેચવાલી ઓછી છે અને સામે માર્ચ એન્ડિંગની રજાઓ આવી રહી હોવાથી બજારો દશેક દિવસ બંધ રહેવાનાં છે, જેને કારણે આવકો ઓછી રહેશે. આવી સ્થિતિમાં જીરૂની બજારમાં ટેકો મળ્યો છે.







