કપાસ વાયદો : ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારે તેજીની રૂખ પકડીને ખેડૂતોને રાજી કર્યાં, પછી તુરંત માર્ચમાં થાક ખાતી બજારે ઘટવા તરફની ગતિ પકડી છે. ફેબ્રુઆરી મહિનામાં કપાસનો વહિવટ ન કરી શકનાર ખેડૂતો ઘટતી બજારે ચિંતામાં મુકાઇ ગયા છે. આ સિઝન દરમિયાન ન્યુયોર્ક વાયદો 103 સેન્ટની સપાટીએ પહોંચી ગયો હતો, તે આજે નીચે સરકીને 87 સેન્ટની સપાટીએ પહોંચ્યો છે. આમ ફરી કપાસની બજારમાં વળતાં પાણી શરૂ થયા છે.
કપાસમાં રૂ.30 થી રૂ.40નો ઘટાડો
હોળી પછી કોટન બજારની આવકો 60 હજાર થી 70 હજાર ગાંસડી થતી હતી, તે માર્ચ એન્ડિંગનું વેકશન ખુલતાં એપ્રિલ પ્રારંભે એક તો કપાસની આવકો વધીને 75 હજાર થી 80 હજાર ગાંસડીની થઇ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં પ્રતિમણ કપાસમાં રૂ.30 થી રૂ.40નો ઘટાડો થયો છેે.
આ પણ વાચો : આજે કપાસમાં ફુલ તેજી, રૂ.1700ની સપાટીને પાર, જાણો આજના ભાવ
ફોરેન રૂની બજાર ઘટી જવાથી મલ્ટીનેશનલ કંપનીઓ નીચા ભાવે રૂ વેચી રહી છે. આપણા જીનર્સોએ ઉંચા ભાવે લીધેલ કપાસની ગાંસડી નીચા ભાવે વેચવી પોષાય એમ નથી. ટુકમાં જીનર્સોને ડિસ્પેરેટી શરૂ થઇ છે. તેથી જીનર્સોની કપાસ લેવાલી ઠંડી પડી ગઇ છે. આમ ગાંસડીનાં નિકાસ કામો પણ ઠપ્પ થઇ ગયા છે.
આ પણ વાચો : આજે ઘઉંમાં તેજી, જાણો આજના તમામ બજારોના ભાવ
કપાસ વાયદો : અત્યાર સુધી દેશમાં 295 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ બજારમાં ઠલવાઇ ચૂક્યો છે, તેથી મુકાયેલ ધારણા કરતાં વધુ કપાસ ઉત્પાદન થયાની બજારમાં હવા શરૂ થઇ છે. એવું મનાઇ રહ્યું છે કે હજુ ગત વર્ષનો જુનો કપાસ 5 ટકા જેવો અને ચાલુ સિઝનનો 20 ટકા કપાસ ખેડૂતોનાં ઘરમાં પડ્યો છે. કોટન સંસ્થાઓ આ સિનારિયો જોઇ આગામી દિવસોમાં કપાસ ઉત્પાદનનાં નવા અંદાજો મુકે તો નવાઇ નહીં.
આ પણ વાચો : એરંડામાં ભુકકા બોલવતી તેજી, જાણો આજના એરંડાના તમામ માર્કેટના બજાર ભાવ
આગામી ખરીફ સિઝન વાવેતરમાં કપાસ જોર પકડશે કે પછી મગફળી વેગમાં રહશે ? ખેડૂતો પાસેથી આ સવાલનો કોઇ સચોટ જવાબ મળતો નથી. ખેડૂત ખૂદ અવઢવમાં છે કે આગામી ચોમાસે ક્યાં પાકમાં વધુ ચાંચ ડૂબાડવી ? ગુજરાતની ખરીફ સિઝનમાં કપાસ અને મગફળી બંને હરીફ પાકો છે. બંને મુખ્ય પાકોમાંથી એકોઇ જણસીની બજારમાં દમ ન હોવાનું ખેડૂતો કહે છે.
ખેડુતો હજી કપાસ સાચવીને બેઠા છે!
આપણે ત્યાં જે જૂજ ખેડૂતનાં ઘરમાં કપાસ સચવાઇને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઇ રહ્યાં છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઇ ઠોસ કારણો દેખાતા નથી. હાલ તો વિદેશી બજારોનાં કડાકાએ કોટનમાં દાખલ થયેલ તેજીની બજારને ધૂંધળી કરી નાખી છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ખેડૂતનાં ઘરમાં કપાસ સચવાઇને પડ્યો છે, તેઓ વધુ સારા ભાવ માટે રાહ જોઇ રહ્યાં છે, પરંતુ બજાર સુધરે એવા હાલમાં કોઇ ઠોસ કારણો દેખાતા નથી. હાલ તો વિદેશી બજારોનાં કડાકાએ કોટનમાં દાખલ થયેલ તેજીની બજારને ધૂંધળી કરી નાખી છે.