heavy rain : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં આકરી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ રાજ્યમાં આગામી અઠવાડિયે ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની સંભાવનાઓ સાથે તાપમાનમાં મોટા ફેરફારો ન થવાની શક્યતા વ્યક્ત કરી છે.
10 થી 12 તારીખે ભારે માવઠું?
હવામાન વિભાગે રાજ્યમાં 10, 11 અને 12 તારીખે વરસાદ થવાની આગાહી કરી છે. બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.
આ પણ વાચો : આ 9 જિલ્લા તૈયાર રહે, અંબાલાલ અને હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ગરમ હવામાન અને ભેજના કારણે અકળામણ થાય તેવી પણ શક્યતાઓ છે.
ગુજરાતમાં તાપમાન કેવું રહેશે?
heavy rain : રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો ઘણાં ભાગોમાં 40ની નજીક પહોંચી ગયો છે. અમરેલી, મહુવા, કેશોદ અને દીવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું 39 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં 32 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
આ પણ વાચો : ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં કરાઈ આગાહી
અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં 38 અને વડોદરા તથા સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં 19 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ સિવાય નલિયાનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ગરમીનું પ્રમાણ વધવાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અકળામણ થાય તેવું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં હવામાન વિભાગે તાપમાનમાં મોટા ફેરફારો ન થવાની શક્યતા વ્યક્ત કરી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને ગાંધીનગરમાં 35 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. જ્યારે રાજકોટમાં 38 અને વડોદરા તથા સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.