29, 30 અને 31માં હવામાન વિભાગની આગાહી, આજે રાજ્યના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી – Meteorological department forecast of rain with thunderstorm

29, 30 અને 31માં હવામાન વિભાગની આગાહી, આજે રાજ્યના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી – Meteorological department forecast of rain with thunderstorm

કયા કયા વરસાદ ખાબકયો?

વાતાવરણે જાણે અચાનક રૌદ્રરૂપ ધારણ કર્યું હોય તેમ ગઇ કાલે અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તથા કચ્છમાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. મળતી માહિતી અનુસાર, રાજયના 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ચાર તાલુકામાં 1 ઇંચ થી વધારે વરસાદ નોંઘાયો હતો. જ્યારે અમદાવાદ શહેરમાં તો ત્રણ ઇંચની આસપાસ વરસાદ નોંઘાયો હતો.

આ ૫ણા વાચો: રમણીકભાઇ વામજાની આગાહી: ચોમાસું 16 આની, વાવાણીની તારીખ, ૫૦ થી ૫૫ ઇંચ વરસાદ

આ ૫ણા વાચો: ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ જીલ્લામાં થશે એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી

29 મેની આગાહી: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે એટલે 29 મેના રોજ રાજયમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. જેમાં પાટણ,બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડશે તેવી પણ આગાહી વ્યકત કરવામાં આવી છે.

30 મેની આગાહી: આવતીકાલે એટલે મંગળવારે, 30મી તારીખે રાજયમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની શકયતા છે. જેમાં અમરેલી, બનાસકાંઠા, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની શકયતા છે.

31 મેની આગાહી: 31 મેના રોજ રાજયમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. જેમાં કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની શકયતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પાટણ, પોરબંદર, મહેસાણાની સાથોસાથ સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. ત્યારે આગામી ૩ દિવસ વરસાદની શકયતા છે.

કયા વિસ્તારોમાં  ભારે વરસાદ પડયો?

અમદાવાદમાં રવિવારે અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક ભાગોમાં કરા પણ પડ્યા હતા. સતત ભારે વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. શહેરના મકરબા, શિવરંજની,વાસણા, એસજી હાઈવે, થલતેજ, પાલડી, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે મોટા મોટા ઝાડ પર ધરાશાયી થયા હતા.

છોટાઉદેપુરના બોડેલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાયા છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

Weather department forecast on 29, 30 and 31, forecast of rain with thunderstorm in these areas of the state today – Meteorological department forecast of rain with thunderstorm

Which rain fell?

As if the atmosphere had suddenly turned cloudy, yesterday, there was rain in Ahmedabad along with lightning. A change in weather was seen in Gujarat with three systems being activated simultaneously. The Meteorological Department has predicted rain with heavy winds for the next three days in some parts of North Gujarat and Saurashtra and Kutch. According to the information, rain has been reported in 16 talukas of the state. While four talukas received more than 1 inch of rain. While in the city of Ahmedabad, around three inches of rain fell.

Meteorological department forecast

May 29 forecast: According to the forecast of the Meteorological Department, today i.e. May 29, rain with thunderstorm is predicted in the state. It has also been predicted that there will be rain in Patan, Banaskantha, Mehsana and Sabarkantha, Amreli, Rajkot, Bhavnagar and Kutch.

May 30 Forecast: Tomorrow i.e. Tuesday, 30th, the state is likely to experience heavy winds and thundershowers at some places. In which rain is likely to occur in Amreli, Banaskantha, Bhavnagar and Kutch.

Forecast for May 31: Moderate to heavy rain with thundershowers is likely over the state on May 31. In which there is a possibility of rain in Kutch and Banaskantha. Along with this, unseasonal rain is likely in South Gujarat, North Gujarat and Central Gujarat. Heavy rain is predicted in Amreli, Rajkot, Bhavnagar in Saurashtra. So unseasonal rain has been predicted in the districts including Patan, Porbandar, Mehsana along with Sabarkantha, Banaskantha, Vadodara and Anand. Then there is a possibility of rain for the next 3 days.

Which areas received heavy rain?

In Ahmedabad on Sunday, people were put in trouble due to heavy rains along with lightning strikes in many areas. Hailstones also fell in some parts. Due to continuous heavy rains, waterlogging was also a problem in some areas. Rain fell in Makarba, Shivaranjani, Vasna, SG Highway, Thaltej, Paldi, Chandkheda areas of the city. Due to which big trees fell down.

It rained with thunder in Bodeli of Chotaudepur. Many trees were uprooted due to strong winds. Due to fallen trees, the problem of traffic jam has arisen. Due to unseasonal rains, farmers are worried.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.