2024નું ચોમાસું એકદમ ટનાટન : કેસુડાના ફુલે આપ્યા સોનેરી સંકેત

WhatsApp Group Join Now

2024 નું ચોમાસુ એકદમ ટનાટન થશે. વર્ષ 2024 નું આવનારો ચોમાસુ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારું સાબિત થશે. કેમકે આ વર્ષે કેસુડાના ફૂલે અનોખા સંકેત આપ્યા છે. તો કેસુડાના ફૂલના સંકેતો પરથી 2024 નું ચોમાસું કેવું રહેશે તેની વાત આપણે આજના આર્ટીકલ માં જાણીશું.

varsad aagahi

વનસ્પતિના પ્રણાલિકા મુજબ ચોમાસું કેવું રહી શકે છે?

દર વર્ષે વનસ્પતિ ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે કે, વનસ્પતિના પ્રણાલિકા મુજબ આવનારો ચોમાસું કેવું રહી શકે છે? ચોમાસા દરમિયાન વરસાદની કેવી સંભાવના રહી શકે. આ બધી વાત ઘણા વર્ષો પહેલા આપણા પૂર્વજો વનસ્પતિના આધારે ચોમાસુ કેવું રહેશે તેનું અનુમાન લગાવતા આવ્યા છે.

આ પણ વાચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી

જેમાં વનસ્પતિની રોનક ઉપરથી પણ ચોમાસું કેવું રહેશે? તેનો અનુમાન કાઢવામાં આવતું હતું. જેમાં ગરમાળાના ફૂલ, કેસૂડાના ફૂલ, ચૈત્ર મહિના દરમિયાન લીમડામાં મોરની સ્થિતિ, આંબામાં મોર, દેશી બોરડીમાં બોરનું અસ્તિત્વ આ બધી વાત જો સમય મુજબ સારી ઉપસ્થિતિમાં હોય અથવા તો જોવા મળે તો આવનારો ચોમાસુ હંમેશા ટનાટન સાબિત થતું હોય છે.

2024 નું ચોમાસુ કેવું રહેશે?

કેસુડા ના ફૂલ પરથી વર્ષ 2024 નું ચોમાસાનું અનુમાન : ખાખરા નામના વૃક્ષમાં કેસુડા ના ફૂલ આવતા હોય છે. આ વૃક્ષમાં કેસુડાના ફૂલ મોટે ભાગે મહા તેમજ ફાગણ મહિનાના દિવસોમાં જોવા મળતા હોય છે.

આ પણ વાચો : હવામાનને લઈ રામજીભાઈ કરછીની નવી આગાહી, જાણો વરસાદ આવશે કે નય!

કેસુડા ના ફૂલ કેવી અવસ્થામાં જોવા મળે તો ચોમાસું સારું જાય?

કેસુડા ના ફૂલ પરથી ચોમાસાના અનુમાનની વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. જો કેસુડાના ફૂલનો આગળનો ભાગ આકાશ તરફ હોય તો ચોમાસુ ખૂબ જ સારું સાબિત થતું હોય છે. તો આ વર્ષે કેસુડાના ફૂલમાં 2024 નું ચોમાસું સારું સાબિત થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

2024 નું ચોમાસુ રહેશે ટનાટન

આ વર્ષે મોટાભાગના કેસુડા ના ફૂલ નો આગળનો ભાગ આકાશ તરફ જોવા મળી રહ્યો છે. જે એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય. જો કેસુડાના ફૂલનો આગળનો ભાગ જમીન તરફ ઢળેલો હોય તો આવનારો ચોમાસું કંઈક અંશે નબળું જોવા મળતું હોય છે.

આ પણ વાચો : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની હવામાનને લઈ નવી આગાહી

કેસુડાના ફૂલ ની આગમનની વાત કરીએ તો, મહા મહિના ના પાછલા પખવાડિયામાં કેસુડાના ફૂલનું આગમન જોવા મળ્યું છે. જે એક ચોમાસાના ઋતુનું બેલેન્સ પણ ગણી શકાય. મોટાભાગે મહ મહિના ના અંતિમ દિવસોમાં અથવા તો ફાગણ મહિનાનાશરૂઆતના દિવસોમાં કેસુડા ના ફૂલ આગમન થતું હોય છે. તો આ વર્ષે પણ સમયસર કેસુડાના ફૂલનો આગમન જોવા મળ્યું છે. તે પણ આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણી શકાય. એમાં પણ કેસુડાના ફૂલની આકાશ તરફની દિશાએ આવનારા ચોમાસા માટે ચાર ચાંદ લગાવી દીધા છે .

દર વર્ષે આવનારા ચોમાસાનું અનુમાન વનસ્પતિની રોનક મુજબ નક્કી થઈ જતું જ હોય છે. પરંતુ આજના આધુનિક સમયમાં આધુનિક માનવી પાસે આ પૂર્વજોનું જ્ઞાન લુપ્ત થતું જઈ રહ્યું છે. પહેલા આપણા પૂર્વજો પાસે આધુનિક ઉપકરણો ન હતા ત્યારે મોટા ભાગે વનસ્પતિ ની રોનકના આધારે આવનારા ચોમાસાનું અનુમાન લગાવતા હતા કે, આવનારું ચોમાસુ સારુ જશે કે નબળું જશે કે દુષ્કાળ મય રહેશે.

આ પણ વાચો : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? જાણો નવી આગાહી શું છે

ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.

ચોમાસું 2024

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
2024નું ચોમાસુ કેવુ રહેશે?

વર્ષ 2024 નું આવનારો ચોમાસુ ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારું સાબિત થશે. કેમકે આ વર્ષે કેસુડાના ફૂલે અનોખા સંકેત આપ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment