Ambalal Patel Big prediction : પાલેજમાં વિશાલ હોળી દહન કરાયું હતું, આ દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા હોળીનો વર તારો કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેને સંભાવનાઓ જણાવી છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખુશ કરી દે તેવી આગાહી કરી છે. જોકે આ સાથે તેમણે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ચિંતાજનક સમાચાર આપ્યા છે. આંકરા ઉનાળા બાદ ચોમાસાની શરૂઆતમાં આંધી વંટોળ સાથે ચોમાસાની શરૂઆત થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
હોળીની જાળ પરથી અંબાલાલ પટેલ ની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે હોળીના દિવસે સુર્યાસ્ત પછી પશ્ચિમ નો પવન જોવા મળ્યો હતો. સહેજ નૈઋત્ય તરફનો ઘુમાવ જોવા મળ્યો હતો. એટલે આ વર્ષ સારું રહી શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. પરંતુ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા જણાવી છે. 26 એપ્રિલ પછી મેં અને જૂન સુધી આંધી વનટોળ રહી શકે છે. તેના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી? હવામાન વિભાગે આપ્યું એલર્ટ!
ચક્રવાતો ઉભા થવાની શક્યતાઓ!
Ambalal Patel Big prediction : અંબાલાલ પટેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગરમી અને સાનુકૂળ વાતાવરણને કારણે ચક્રવાત ઉભા થવાની શક્યતાઓ જણાવી છે. ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરમાં પાછો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો : હોળીના પવન વિશે આંબાલાલ પટેલની આગાહી, કઈ દિશાનો પવન અને કેવું ચોમાસુ રહેશે?
ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલે જણાવી છે. જોકે આ વર્ષે હોળીના વર્તારા પ્રમાણે વાયુના તોફાનો વધુ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
એપ્રિલ અને મે મહિનામાં શું થશે?
તેમણે હોળીનો વર તારો કરીને એ પણ જણાવ્યું કે, હોળીના દિવસે સૂર્ય અને ચંદ્ર સામે સામે આવે તો સારું ગણાતું નથી. આ વખતે સહેજ વહેલો વરસાદ શરૂ થવાની સંભાવનાઓ જણાવી છે. આગામી એપ્રિલ મે અને જૂન મહિનામાં પવનનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જૂન મહિનામાં વંટોળ સાથે વરસાદ થવાની પણ આગાહી કરી છે.
આ પણ વાંચો : પરેશ ગોસ્વામીએ બે દિવસ પછી ભયંકર ગરમીની આગાહી કરી
આ વર્ષે ચોમાસુ સારું રહેવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યકત કરી છે. ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે અને આ વર્ષે વરસાદ ખેડૂતો માટે લાભદાયક રહેશે. પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે.
આ વર્ષ નું ચોમાસુ કેવું રહેશે?
આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ અંબાલાલ જણાવી રહ્યા છે. ખેડૂતો માટે આ વર્ષે સારો વરસાદ થશે, પાછોતરો વરસાદ પણ સારો થવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે ઉનાળો આકરો રહેવાની પણ આગાહી કરી છે.
આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની શક્યતાઓ છે. ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે સારો વરસાદ પણ રહેશે.