ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી નથી, આજે ભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Gujaratઆજે કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી

gujarat heavy rain : આજે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ પડી શકે છે. ત્યાં જ ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે. તો અમદાવાદના વિસ્તારોમાં માધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હસ્ત નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે કે થશે હજુ મેઘમહેર ?

આવતીકાલે કયા કયા વરસાદ ખાબકશે?

27 તારીખે એટલે કે આવતીકાલે તાપી અને નર્મદા જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

28 સપ્ટેમ્બર ની આગાહી

28 તારીખ ના રોજ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે

જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. જ્યાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ( gujarat heavy rain )

ચોમાસાના વિદાયની પ્રક્રિયા શરૂ

બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની પ્રક્રિયા શરૂ થશે. રાજસ્થાન સરહદેથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે. થોડા દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. ગુજરાતમાંથી ચોમાસુ ટાટા બાય બાય કરી રહ્યું છે પરંતુ હાલ ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment