અંબાલાલે ગુજરાતમાં ચોમાસાની તારીખો જણાવી તો પરેશ ગોસ્વામીએ એક નવી આગાહી કરી

WhatsApp Group Join Now

monsoon Prediction : અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરવાની સાથે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની શક્યતાઓ સાથેની તારીખ જણાવી દીધી છે. હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે તે અંગેની આગાહી કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ ઉનાળાની પેટર્ન વિશે વાત કરીને જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો પાછલા 80 વર્ષની સરખામણીમાં વધુ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 29 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી કરતા ઊંચું નોંધવામાં આવ્યું છે. જ્યારે 30 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી પહોચ્યું છે. તેઓ જણાવે છે કે, 2024નો એપ્રિલ મહિનાએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું કઇ તારીખે બેસશે, કેટલો વરસાદ પડશે? અંબાલાલ પટેલની આગાહી

મે મહિનામાં ભયંકર ગરમી પડશે?

હવે આ પાછળનું કારણ પરેશ ગોસ્વામી એ અલ નીનોની અસર હોવાનું જણાવ્યું છે. આ અસર ઓગસ્ટ 2023થી જોવા મળી રહી છે, હાલ તેની વિપરિત અસરો થઇ રહી છે. આવામાં ભયંકર ગરમી પડી રહી છે. હવે મે મહિનો પણ વધુ ગરમ રહેવાની શક્યતાઓ વ્યકત કરાઇ રહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ : આંધી વંટોળ અને ભારે પવન આવશે, જાણો મે મહિના માટેની મોટી આગાહી

તેઓ કહે છે કે, હવે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી આગાહી કરી રહ્યા છે. મે મહિનામાં 2 થી 4 મે દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની સંભાવના છે.

પવનની ગતિ કેવી રહેશે?

monsoon Prediction :આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થવાની શક્યતા છે, પવનની ગતિ ઘટીને 11 થી 13 કિમીની જોવા મળી શકે છે. જેના લીધે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રી દરમિયાન વધવાની સંભાવના છે. 2 થી 4 મે દરમિયાન તાપમાન સરેરાશ 41 થી 44 ડિગ્રી રહેવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

આ પણ વાચો : મે મહિનામાં વાવાઝોડું આવશે? જાણો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન જાહેર કર્યું છે. તેમાં તે જણાવે છે કે, કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસવાનું અનુમાન જાહેર કર્યું છે. કેરળમાં ચોમાસુ બેસી ગયા પછી મુંબઈ અને ત્યાર પછી ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યારે ગુજરાતમાં 8 જૂનથી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન અંબાલાલ પટેલે જાહેર કર્યું છે. સામાન્ય રીત 15 જૂન પછી ચોમાસાનો વરસાદ જોવા મળતો હોય છે.

17 જૂન બાદ આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ

17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ રહેશે. આ અરસામાં નર્મદા નદીનું જળ સ્થર વધશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવક વધશે.

Paresh Goswami

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
મે મહિનામાં ભયંકર ગરમી પડશે?

મે મહિનો પણ વધુ ગરમ રહેવાની શક્યતાઓ વ્યકત કરાઇ રહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment