મૃગશીર્ષ નક્ષત્ર: ચોમાસુ કેવુ રહેશે? કયુ વાહન? જોણો તારીખ અને શુ લોકવાયકા છે – mrigashira nakshatra

WhatsApp Group Join Now

મૃગશીર્ષ નક્ષત્ર 2023 – mrigashira nakshatra

સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 08/06/2023ને ગુરુવારના રોજ થશે. 21/06/2023 સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે.

લોકવાયકા:

‘’મગશરા વાયા તો આદ્રા મે આયા

વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા

  • મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે જ છૂટકો

મૃગશીર્ષ નક્ષત્ર વિશે એવું કહેવાયમાં આવે છે કે, મગશરા વાય તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શકયતા જોવા મળતી હોય છે.

આ પણ વાચો: આદ્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ પડશે?

આ પણ વાચો: ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે, ક્યાં કયા વિસ્તારમાં વરસાદની આગાહી

વરસાદની સંભાવના કેવી રહેશે?

મૃગશીર્ષ નક્ષત્રને પવનનું નક્ષત્ર પણ કહેવાય છે. મોટે ભાગે દર વર્ષે 8 જૂનથી મૃગશીર્ષ નક્ષત્રમાં બેસતુ હોય છે અને સૂર્યનું ભ્રમણ 21 જૂન સુધી મૃગશીર્ષ નક્ષત્રમાં રહેતું હોય છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં કેવા યોગ જોવા મળે તો કેવુ ચોમાસુ રહે એ અંગેની વાત કરીએ તો, રોહિણી નક્ષત્ર બાદ મૃગશીર્ષ નક્ષત્ર આવે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું પ્રમાણ ઓછું હોય અને જો રોહિણી નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળે તો, ચોમાસું નબળું જાય એવુ સાબિત થાય. ટૂંકમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસો દરમિયાન પવન હોવો એ આવનારા ચોમાસાની પ્રગતિ માટે ખાસ જરૂરી છે.

મૃગશીર્ષ નક્ષત્રમાં જેટલું પવનનું જોર વધુ હોય એ સારા સંકેતો ગણી શકાય. જો કે ઘણી વખત ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રના દિવસોમાં પણ વરસાદ જોવા મળતો હોય છે એવા ભૂતકાળમાં ઘણા દાખલા આપણે જોયા છે.

ટૂંકમાં વાત કરીએ તો રોહિણી નક્ષત્રમાં તાપ પડવો જોઈએ અને મૃગશીર્ષ નક્ષત્રમાં પવનની હાજરી ખૂબ જ જરૂરી છે. જેટલો વધુ સ્પીડે પવન ફૂંકાય તેટલુ ચોમાંસુ સારુ જાય તવુ ગણવામાં આવે છે. અને જો મૃગશીર્ષ નક્ષત્રના મોટા ભાગના દિવસોમાં પવનનું સામ્રાજ્ય વધુ પડતું જોવા ન મળે તો, આદ્રા નક્ષત્ર પણ વગર વરસાદનું પસાર થાય છે. માટે એ ખૂબ જ ખરાબ બાબત ગણી શકાય. જેટલો ચારેય પાયામાં એટલે કે આ નક્ષત્રના ચારેય પાયામાં જેટલો પવન ફૂંકાય તેટલું ચોમાસું સારું એવું ભડલી વાક્યોના વિધાનોમાં જોવા મળી રહ્યું છે.

  • માટે આ નક્ષત્રના બધા દિવસોમાં ખાસ અનુભવ કરવો. કેમ કે ભડલી વાક્યો ખરેખર ચોમાસાની આગાહી માટે સોના સમાન છે. અને આ ભડલીનું વિજ્ઞાન આજે સદીઓથી ચાલી આવી રહ્યું છે.

મૃગશીર્ષ નક્ષત્રના યોગ

પહેલા ૨ દિવસ: મૃગશીર્ષ નક્ષત્રના પહેલા ૨ દિવસમાં જો પવનની ગતિ વધુ પડતી ન જોવા મળે તો, તે વર્ષે ચોમાસામાં ઉંદરનો ઉપદ્રવ વધે છે અને ખેડુતોના પાકોમાં મોટી નુકસાની કરે છે. એટલા માટે શરૂઆતના ૨ દિવસોમાં પવન હોવો એ ખૂબ જ જરૂરી છે.

ત્રીજો અને ચોથો દિવસ: આ નક્ષત્રમાં ત્રીજા અને ચોથા દિવસે પવન ન જોવા મળે તો, ખેતીમાં જે ચોમાસું પાકોનું વાવેતર કર્યું હોય તેમાં ઈયળનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે.

પાચમો અને છઠ્ઠો દિવસ: જો પાચમાં અને છઠ્ઠા દિવસે પવન ન હોય તો, ચોમાસાના અંતિમ દિવસો અને શિયાળાની શરૂઆતમાં તીડનો ઉપદ્રવ વઘતો હોય છે.

અને માં દિવસે: આ નક્ષત્રના સમયગાળા દરમ્યાન સાતમાં અને આઠમાં દિવસે પવન ન હોય તો, મનુષ્યમાં રોગોનું પ્રમાણ વધુ રહે. ભાદરવા મહિનામાં તાવ તેમજ રોગચાળાનો ઉપદ્રવ જોવા મળે.

૯ અને ૧૦માં દિવસે: નવમાં અને દસમાં દિવસે જો પવન ન હોય તો, તે ખૂબ જ ખરાબ બાબત ગણાય કેમ કે તે વર્ષે વરસાદની ખૂબ જ અછત ઊભી થાય અને ચોમાસું નબળું પુરવાર થતુ હોય છે.

૧૧ અને ૧૨માં દિવસે: મૃગશીર્ષ નક્ષત્રમાં 11માં અને 12માં દિવસે પવન ન હોય તો, ચોમાસું પાકોમાં ઝેરી જીવાતનો એટલે કે ચુસીયા જીવાતનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળતો હોય છે.

૧૩માં અને ૧૪માં દિવસે: જો મૃગશીર્ષ નક્ષત્રના 13માં અને 14માં દિવસે પવન ન હોય તો, ચોમાસામાં આંધી વંટોળ તેમજ વાવાઝોડા પણ જોવા મળતા હોય છે.

આ પણ વાચો: રોહિણી નક્ષત્રમાં વરસાદના સંકેત, ચોમાસા પર શું પડશે અસર? શું કહે છે અંબાલાલ?

Mrigashira nakshatra 2023

Sun will enter Mrigashirsha Nakshatra on 08/06/2023 on Thursday. Mrigashirsha Nakshatra will remain till 21/06/2023. The vehicle of Mrigashirsha Nakshatra is donkey.

Folklore:

“Magshara vaya to adra me aya

Adra in a year, Padhra for twelve months.

If there is a lot of wind in Mrigashirsha Nakshatra, there will be a lot of rain in Adra Nakshatra.

It is said about Mrigashirsha Nakshatra that, Magashara y to Adramen aya, that is, if it rains in Magasara Nakshatra, the heat cools, then good rain will fall in the next Adra Nakshatra. South Gujarat, South Saurashtra and coastal areas are likely to get sowing rains in Mrigashirsha Nakshatra.

How likely will the rain be?

Mrigashirsha Nakshatra is also called Pawan Nakshatra. Mostly every year from June 8 sits in Mrigashirsha Nakshatra and Sun’s orbit stays in Mrigashirsha Nakshatra till June 21.

If we talk about what kind of yoga is observed in Mrigashirsha Nakshatra then what kind of monsoon will be there, then Rohini Nakshatra is followed by Mrigashirsha Nakshatra. If there is less wind in Mrigashirsha Nakshatra and less heat in Rohini Nakshatra, the monsoon is proved to be weak. In short, having wind during the days of Mrigashirsha Nakshatra is especially necessary for the progress of the coming monsoon.

The stronger the wind in Mrigashirsha Nakshatra can be considered as a good sign. However, we have seen many instances in the past that rain is seen in Gujarat even on the days of Mrigashirsha Nakshatra.

In short, Rohini Nakshatra should have heat and the presence of wind in Mrigashirsha Nakshatra is very necessary. The faster the wind blows, the better the monsoon is considered to be. And if most of the days of Mrigashirsha Nakshatra do not see much of the kingdom of wind, Adra Nakshatra also passes without rain. So it can be considered a very bad thing. It is seen in the statements of Bhadli sentences that the more the wind blows in the four bases of this constellation, the better the monsoon.

So experience special on all days of this Nakshatra. Because Bhadli sentences are really gold for monsoon forecasting. And this science of Bhadli has been going on for centuries.

Yoga of Mrigashirsha Nakshatra

First 2 days: In the first 2 days of Mrigashirsha Nakshatra, if the wind speed is not high, the rat infestation increases in the monsoon that year and causes great damage to farmers’ crops. That is why it is very important to have wind in the first 2 days.

3rd and 4th day: If there is no wind on the 3rd and 4th day in this Nakshatra, the monsoon crops planted in agriculture will be over-infested with caterpillars.

Fifth and Sixth Day: If there is no wind on the fifth and sixth day, locust infestation tends to occur during the last days of monsoon and the beginning of winter.

7th and 8th day: If there is no wind on the 7th and 8th day during the period of this nakshatra, there will be more diseases in humans. Fever and epidemics are seen in Bhadrava month.

9th and 10th day: If there is no wind on the 9th and 10th day, it is considered a very bad thing as there will be a severe lack of rain in that year and the monsoon will prove weak.

11th and 12th day: If there is no wind on the 11th and 12th day in Mrigashirsha Nakshatra, there is high infestation of poisonous mite i.e. Chusia mite in monsoon crops.

13th and 14th day: If there is no wind on the 13th and 14th day of Mrigashirsha Nakshatra, there are cyclones and thunderstorms in Monsoon.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.