બે-બે વાવાઝોડા સક્રિય થશે, વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે, જાણો ગુજરાત પર શું અસર થશે – 2 storms will be active

WhatsApp Group Join Now

 બે-બે વાવાઝોડા સક્રિય થશે, વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે, જાણો ગુજરાત પર શું અસર થશે – 2 storms will be active

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે તો ગુજરાતના વાતાવરણ પર શું અસર થશે?

આ પણ વાચો: મૃગશીર્ષ નક્ષત્ર: ચોમાસુ કેવુ રહેશે? કયુ વાહન? જોણો તારીખ અને શુ લોકવાયકા છે

વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે: અંબાલાલ

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થવાની શકયતા અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાની સંભાવના છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.

અરબી સમુદ્રમાં 3 જુનથી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7 જુનથી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થવાની શકયતા સેવાઇ રહી છે. મૃગશીર્ષ નક્ષત્રમાં વાવઝોડું જોર પકડશે. હવાના દબાણના કારણે બે વાવાઝોડા સક્રિય થશે. આવું ક્યારે જોવા નથી મળ્યુ, પહેલી વખત આવું મોવા મળશે અને વિશિષ્ટ સ્થિતિ સર્જાશે. રાજયમાં વાવઝોડાના કારણે 7 જુનથી 11 જૂનના સમય ગાળામાં વરસાદ પડવાની શક્યતા રહેશે. 8 જુનથી 10 જૂનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે અને વાવણીલાયક વરસાદ થવાની શકયતા.

વાવાઝોડુ કયા રુટ પર ચાલશે?

વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઇ શકે છે. તે જેમ દિવસો જશે તેમ રુટ કલીયર થતો જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ શકયતા રહેશે. વાવાઝોડુ બન્યા પછી ગુજરાત તરફનો રુટ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના લીઘે વાવઝોડું સક્રિય થશે. આ વાવઝોડું મજબૂત બનવાની શકયતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ, આસામ અને મ્યાનમારને અસર કરતા રહેશે. એટલે હવા ઉપરથી ખેંચાશે. અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી શકયતા સેવાઇ રહી છે.

ચોમાસુ કયારે બેસશે?

ગુજરાતમાં ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 15 દિવસ બાદ રાજયમાં ચોમાસું બેસે તેવી શકયતા છે. 15 જુનથી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસવાની શકયતા છે. 22 જુનથી 25 જૂને અન્ય વિસ્તારમાં ચોમાસું બેસવાનુ અનુમાન છે. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે.

આ પણ વાચો: રોહિણી નક્ષત્રમાં વરસાદના સંકેત, ચોમાસા પર શું પડશે અસર? શું કહે છે અંબાલાલ?

Two storms will be active, the storm will gain strength in Mrigashirsha Nakshatra, know what will be the effect on Gujarat – 2-storms-will-be-active

Farmers are waiting for the monsoon rains, but now there are reports of cyclone activity. There is a possibility of a cyclone becoming active in the Arabian Sea, but one more cyclone is also likely to become active in the Bay of Bengal. If any system is active in the Bay of Bengal or the Arabian Sea, its effect is seen in the atmosphere of Gujarat. What will be the effect on the atmosphere of Gujarat if the system becomes active in Bay of Bengal and Arabian Sea?

Thunderstorm will intensify in Mrigashirsha Nakshatra: Ambalal

According to the prediction of Ambalal Patel, a well-known meteorologist from Gujarat, there is a possibility of cyclone activation in the Arabian Sea and there is also a possibility of cyclone activation in the Bay of Bengal. Both storms may not occur simultaneously, but distinct conditions may occur. Western Disturbance will cease.

The cyclone will become active in the Arabian Sea between June 3 to June 7 and the Bay of Bengal is likely to become active around June 7 to June 10. The storm will gather strength in Mrigashirsha Nakshatra. Two storms will be activated due to the pressure of the air. This has never been seen before, it will be the first time to see such a situation and a special situation will be created. There will be a possibility of rain in the period from June 7 to June 11 due to thunderstorms in the state. Heavy rain is likely from June 8 to June 10. South Gujarat and Saurashtra will receive rain and there is a possibility of sowable rain.

What route will the storm take?

The path of the cyclone may be towards Oman or towards Saurashtra. It will clear the root as days go by. Rain will be possible in Saurashtra and South Gujarat. After the formation of storm, if there is a root towards Gujarat, there will be good rain when Rohini Nakshatra descends. West Saurashtra and Kutch are likely to receive rain if it moves towards Oman. Due to the high temperature of the Arabian Sea, the storm will be active. This storm is likely to be strong.

Ambalal Patel said that the Bay of Bengal cyclone will continue to affect West Bengal, Assam and Myanmar. So the air will be drawn from above. The Arabian Sea storm is likely to bring heavy rains to South India, Kerala, Karnataka, Mumbai and Gujarat.

When will monsoon set?

Weather expert Ambalal has made a big prediction about monsoon in Gujarat. According to him, after 15 days, monsoon is likely to set in the state. Monsoon is likely to set in South Gujarat from June 15 to June 17. Monsoon is expected to set in other areas from June 22 to June 25. They can sow if they have irrigation facilities.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.