અંબાલાલે જણાવ્યું કે ચોમાસું હજુ કેરળ કેમ નથી પહોંચ્યું અને આગામી દિવસોમાં શું ૫રીસ્થીતી સર્જાશે? – monsoon may reach keral around 8th june

અંબાલાલે જણાવ્યું કે ચોમાસું હજુ કેરળ કેમ નથી પહોંચ્યું અને આગામી દિવસોમાં શું ૫રીસ્થીતી સર્જાશે?  – monsoon may reach keral around 8th june

અરબી સમુદ્રમાં વાવાઝોડું બની રહ્યું હોવાના સંકેતો મળી રહયા છે ત્યારે બીજી તરફ 4 જુને કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે થયું નથી. ચોમાસું ભારત તરફ આવતા પહેલા અટકી ગયું છે. આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલેપણ કેટલીક શક્યતાઓ વ્યક્ત કરી છે અને તેમણે અરબી સમુદ્રમાં થઈ રહેલી હલચલ અંગે પણ વાત કરી છે.

2 જૂન પછી સત્તાવાર ચોમાસું ભારત તરફ આગળ વધવું જોઈએ હાલ તેવું થયું નથી, 4 જુને કેરળમાં ચોમાસું બેસવાની સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાચો: મૃગશીર્ષ નક્ષત્ર: ચોમાસુ કેવુ રહેશે? કયુ વાહન? જોણો તારીખ અને શુ લોકવાયકા છે

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ જણાવે છે કે, ચોમાસું આગળ ન વધવાનું મુખ્ય કારણ દક્ષિણ ગોળાર્ધમાં ચોમાસા માટે જે સાનુકૂળ વાતાવરણ થવું જોઈએ તે થયું નથી. દક્ષિણ ગોળાર્ધમાં હાય પ્રેશર હોય અને લો પ્રેશર બનીને ચોમાસું ધીરે-ધીરે ઉપર આવે પવન નિમિત હોય અને ચોમાસું આગળ વધતું હોય છે.

અંબાલાલ પટેલે કહ્યું કે વિષુવૃત્તના પવનો ભૂમધ્ય રેખા પર હોવા જોઈએ પરંતુ ભૂમધ્ય રેખાનું હવામાન 8 તારીખ પહેલા સાનુકૂળ થઈ જવું જોઈએ. આ પછી ભૂમધ્ય રેખાને ઓળંગીને ચોમાસું આગળ વધીને દક્ષિણ કેરળ તરફ આવવાની શક્યતાઓ સેવાય રહી. વિષુવૃત્ત અને દક્ષિણ ગોળાર્ધ તરફથી હવામાન સાનુકૂળ ન હોવાથી ચોમાસું આગળ વધતું અટક્યું છે તેવ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યુ છે. બંગાળની ખાડીમાં થનારી હલચલના કારણે કેરળમાં વરસાદ થવાની શકયતા છે.

વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે કેમ

અંબાલાલ પટેલે હવાના દબાણ પર તમામ શક્યતાઓ આશ્રિત હોવાનું જણાવ્યું છે. આ સાથે તેમણે વાવાઝોડું ઓમાન તરફ પણ ફંટાઈ શકે છે તેવી શકયતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વાવાઝોડાના કારણે ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે. વાવાઝોડું ગુજરાતમાં ન આવે અને ફંટાઈ જાય તો પણ તેની અસરના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવાઈ રહી હોવાનું અંબાલાલ પટેલ જણાવે છે.

આ પણ વાચો: ગુજરાત પર વાવાઝોડાનો કેટલો ખતરો ? 24 કલાક પછી એવું શું થશે કે સ્થિતિ થઈ શકે છે સ્પષ્ટ

 

Monsoon may reach Kerala around 8th June

While there are indications of a cyclone forming in the Arabian Sea, on the other hand, the possibility of monsoon setting in Kerala on June 4 has not materialized as predicted. Monsoon has stalled before reaching India. In this regard, the well-known weather expert Ambalal has also expressed some possibilities and he has also talked about the movement in the Arabian Sea.

Official Monsoon should move towards India after June 2. This has not happened yet, the Indian Meteorological Department predicted that monsoon would set in Kerala on June 4.

Ambalal Patel

According to Ambalal Patel, the main reason for the failure of the monsoon to advance is the lack of favorable conditions for the monsoon in the southern hemisphere. In the Southern Hemisphere, there is high pressure and low pressure and the monsoon gradually rises, the winds are strong and the monsoon advances.

Ambalal Patel said that the equatorial winds should be on the equator but the equatorial weather should become favorable before the 8th. After this, chances of Monsoon advancing across the Mediterranean line and coming towards South Kerala continued. Ambalal Patel has expressed that the monsoon has stopped progressing due to unfavorable weather from the equator and southern hemisphere. There is a possibility of rainfall in Kerala due to the disturbance in the Bay of Bengal.

Whether the storm will come towards Gujarat

Ambalal Patel has said that all possibilities depend on the air pressure. Along with this, he has expressed the possibility that the storm may also spread towards Oman. Ambalal Patel has expressed the possibility of heavy rains in the southern part of Gujarat and Saurashtra due to the cyclone. Ambalal Patel says that even if the cyclone does not reach Gujarat and breaks up, there are chances of heavy rains in parts of Maharashtra including Gujarat due to its impact.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.