પરેશ ગોસ્વામીની નવી આગાહી : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને તથા સામાન્ય લોકોને ઉપયોગી થાય તેવી હવામાનન અંગે આગાહી આવતી રહે છે. તેમણે આગાહીમાં ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, માર્ચ મહિનાના મધ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે.
તેઓ જણાવે છે કે, હવે રાજ્યમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને થોડા જ સમયમાં તાપમાન 30 ડિગ્રીને પાર થઈ ગયું છે અને હવે તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નહિવત જણાય રહી છે. હવે દિવસેને દિવસે તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં એટલે કે 18 તારીખ સુધી આ પ્રમાણેનું તાપમાન રહેવાની શક્યતા છે અને તે પછી 19 માર્ચ થી 21 માર્ચ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાવાની શક્યતા છે.
આ પણ વાચો : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચક્રવાતની આગાહી
40ની ઉપર તાપમાન પહોંચશે?
પરેશ ગોસ્વામી જણાવે છે કે, 18 તારીખ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારમાં 40ની આસપાસ પહોંચે તેવી સંભાવના છે. 19 તારીખ થી 25 તારીખ દરમિયાન કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર જવાની શક્યતા છે. આમ તેમણે 2024નો હીટવેવનો પહેલો રાઉન્ડ 18 માર્ચ થી 25 માર્ચ વચ્ચે આવશે તેવી આગાહી કરી છે.
આ પણ વાચો : શિવરાત્રી બાદ ગુજરાતમાં માવઠુ થશે? કે પછી ઠંડી વઘશે કે ગરમી જાણો આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે!
પરેશ ગોસ્વામીની નવી આગાહી : હજુ પણ ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નીચું છે, હજુ પણ આગામી 4-5 દિવસ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહે તેવી શક્યતાઓ જણાય છે.
આ પણ વાચો : કાલથી વાતાવરણ પલટાશે! જાણો શું કહે છે આગાહી કારકો
પરેશ ગોસ્વામી જણાવે છે કે, માર્ચના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે તેમ છતાં ગરમીની દ્રષ્ટીએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહેશે તેવી શક્યતા છે.
ખાસ નોંધ લેવી : આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી માહિતી જુદા જુદા ધાર્મિક ગ્રંથો, પુસ્તકો, તેમજ ઇન્ટરનેટ અને વિદ્વાનો દ્વારા મેળવેલ છે. જે 99 % સાચી હોઈ શકે છે. માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કોઈની સજ્જનની સલાહ લેવી જોઈએ. (વરસાદ કે વાવાઝોડા વખતે ભારતીય હવામાન વિભાગ ની સૂચના ને અનુસરવું) બાકી આ માહિતી 100 % સાચી જ છે તેવો દાવો અમારું પેજ કે વેબસાઇટ (khedutsamachar.in) કરતી નથી. જેની દરેકે નોંધ લેવી. તેમજ આર્ટિકલની નકલ કરવી નહીં.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને તથા સામાન્ય લોકોને ઉપયોગી થાય તેવી હવામાનન અંગે આગાહી આવતી રહે છે. તેમણે આગાહીમાં ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો જોવા મળી શકે છે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, માર્ચ મહિનાના મધ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ છે.