વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહી

WhatsApp Group Join Now

Paresh Goswami forecast : ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં 4 દિવસ ઠેર-ઠેર વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં પરેશ ગોસ્વામીએ પ્રી-મોનસુન એક્ટિવિટી અંતર્ગત આ વરસાદ થવાની માહિતી જણાવી છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી છે. પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે. આ સાથે તેમણે નૈઋત્યના ચોમાસાની પણ આગાહી કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામી જણાવે છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 1 ઈંચથી વધુ તો કેટલાક ભાગોમાં દોઢ ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા રહેલી છે. તેમણે જણાવેલ માહિતી અનુસાર નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે આગળ વધવું જોઈએ. આગામી 8થી 10 દિવસમાં ભારતની નજીક આંદોમાન નિકોબાર અને શ્રીલંકાના અમુક ભાગો સુધી ચોમાસું પહોંચી જવાની શક્યતાઓ છે.

આ પણ વાચો : આજે 11 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં વરસાદ પડશે

તેમણે કહ્યું કે, કેરળમાં ચોમાસાની એન્ટ્રી પહેલી જૂનની આસપાસ જ થાય તેવું અનુમાન જાહેર કર્યું છે. કેરળ પહોંચ્યા પછી ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે. જે પછી ગુજરાતમાં ચોમાસું વહેલું અવવાની આગાહી કરી છે.

આજે પણ વરસાદની આગાહી – Paresh Goswami forecast

Paresh Goswami forecast : 12 તારીખે એટલે કે આજે ગુજરાતની સાથે જોડાયેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં વરસાદની આગાહી છે, જેમાં છોટાઉદેપુર, રાજપીપળા, ડાંગ, દાહોદ, લુણાવાડા, આહવા, વલસાડ, નવસારી અને સુરતના કેટલાક વિસ્તારો માં વરસાદની આગાહી છે.

આ પણ વાચો : આવતીકાલે કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ

13, 14 અને 15 તારીખમાં વરસાદની આગાહી – Paresh Goswami forecast

13, 14 અને 15 દરમિયાન ગુજરાતના ઘણાં વિસ્તારોને વરસાદ પડવાનું શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ગોંડલ, જેતપુર, રાજકોટ અને ચોટીલા સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આવતી કાલે 10 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરાની સાથે બનાસકાંઠા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા, અને અરવલ્લી જિલ્લાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ 13થી 15 તારીખ દરમિયાન રહેલી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન પવનની ગતિ 50થી 80 કિમીની હોઈ શકે છે.

Paresh Goswami forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ કયા વિસ્તારમાં વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે. આ સાથે તેમણે નૈઋત્યના ચોમાસાની પણ આગાહી કરી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment