પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી, આ 5 જિલ્લામાં ખાસ આાગાહી

પરેશ ગોસ્વામીની આગાહી : હવામાન પરેશ ગોસ્વામી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ દ્વારા પણ અગાઉ ગુજરાતમાં માવઠાનો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામી કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં પ્રભાવિત થઈ શકે તે અંગે આગાહી કરતા વધુ માહિતી આપે છે. તેમણે ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે ક્યાં માવઠાનો વરસાદ થઈ શકે છે. તથા સ્થળ અને તારીખ ની વિગતો પણ પરેશ ગોસ્વામી એ વ્યક્ત કરી છે. ખેડૂત મિત્રોને સાવધાની રાખવાની પણ સલાહ આપી છે.

varsad aagahi

પરેશ ગોસ્વામીની આગાહી

પરેશભાઇ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં રાજ્યમાં કમોશ્રી વરસાદ થવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે. જેમાં ગુજરાતના ઘણા જિલ્લાઓ આ માવઠાથી પ્રભાવિત થઈ શકે છે. હાલ રાજ્યમાં શિયાળો વિદાય લઇ રહ્યો છે. જેની સાથે ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. પરંતુ બેક ટુ બેક વેસ્ટન ડીસ્ટબન્સ પસાર થવાના કારણે ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

વઘુમાં જણાવે છે કે, આગામી બે દિવસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. હાલ ગુજરાતમાં વેસ્ટની અસર ચાલુ છે અને આવનારા દિવસોમાં એટલે કે 1 માર્ચ અને 2 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે. હાલ મોટું વેસ્ટ ઉત્તર ભારત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : હોળી પહેલા ગુજરાતના હવામાનમાં નવાજૂની થશે!

આ વેસ્ટન ડીઝેબસની અમુક લહેર દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે તે ગુજરાત રાજ્ય સુધી લંબાઇ જેના લીધે એક માર્ચ અને બે માર્ચ દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લામાં માવઠાનો વરસાદ થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે.

પરેશ ગોસ્વામીની આગાહી

કયા વિસ્તારોમાં આગાહી

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં એક માર્ચ અને બે માર્ચ દરમિયાન વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર સહિત સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુમાં પરેશ ગોસ્વામી જણાવે છે કે, આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે અને તે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં પણ કમો શ્રી વરસાદની અસર જોવા મળશે. આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાચો : અશોકભાઈ પટેલની આગાહી : જાણો વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કયા આગાહી કરી

આ 5 જિલ્લામાં ખાસ આાગાહી

તેમણે ફરી એકવાર જણાવ્યું કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ આ પાંચ જિલ્લામાં વરસાદના કારણે વધુ પ્રભાવિત થઈ શકે છે. જ્યાં વરસાદ થાય ત્યાં કલાક દોઢ કલાકના સમય માટે ગાજવીજ અને તોફાન સાથે વરસાદ થઈ શકે છે. આગામી દિવસોમાં આ અંગે વધુ માહિતી આપવાની વાત ખેડૂત મિત્રોને તથા સામાન્ય જનતાને કરી છે.

પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી

આગામી બે દિવસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. હાલ ગુજરાતમાં વેસ્ટની અસર ચાલુ છે અને આવનારા દિવસોમાં એટલે કે 1 માર્ચ અને 2 માર્ચ દરમિયાન ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે. હાલ મોટું વેસ્ટ ઉત્તર ભારત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment