કપાસમાં તેજીનો તબક્કો પુરો થયો નથીઃ હજુ ભાવ વધશે

WhatsApp Group Join Now

kapas ni bajar : કપાસની બજારમાં ફેબ્રુઆરી મહિનામાં રૂ.100 થી રૂ.150 વધ્યા છે. એ રીતે માર્ચ મહિનામાં હજુ રૂ.100 નો વધારો થવાની સંભાવના….

માર્કેટીંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે. તેની સાથે જ ફરી સારા કપાસના ભાવ એક મણે રૂપિયા 1600 ની સપાટી સુધી પહોંચી ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં કપાસના બજારની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં પ્રતિમણે રૂપિયા 100 થી 150 નો વધારો થયો છે. એ રીતે માર્ચમાં પણ હજુ 100 રૂપિયા સુધી વધવાની સંભાવના છે.

હાલ કપાસના ભાવ સુધરતા ખેડૂતોની પકડ મજબૂત થઈ છે. આમ પણ કપાસનું સીઝન પ્રારંભથી સતત વેચાણ જરવાયેલ રહેવાથી બહુ ઓછા ખેડૂતોના હાથમાં કપાસ રહ્યો છે. એટલે કે, મોટાભાગના ખેડૂતોએ કપાસનું વેચાણ કરી નાખ્યું છે. સારા સારા ખેડૂતોએ પણ પોતાનો કપાસ વેચી કાઢ્યો છે. કપાસના ઉત્પાદનનો બે ભાગ ઉપરનો કપાસ બજારમાં આવી ગયો છે. ત્યારે એક ભાગથી ઓછો કપાસ બચ્યો છે.

આ પણ વાચો : આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, ઉચો ભાવ રૂ.1700, જાણો આજના તમામ બજારોના ભાવ

કપાસનો ભાવ 1700 ની સપાટીએ

રાજ્યની માર્કેટીંગ યાડો માં કપાસની આવકો ધીમે ધીમે ઘટવા લાગી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે 8500 મણ કપાસની આવક થઈ હતી. તેની સામે રૂ.1370 થી રૂ.1600 ભાવ રહ્યા હતા. જામનગર યાર્ડમાં 7950 મણ કપાસની આવક થઈ હતી. તેની સામે રૂ.1100 થી રૂ.1620 ના ભાવે વેપારો થયા હતા. માણાવદર યાર્ડમાં (kapas ni bajar) 2500 મણ કપાસની આવક થઈ હતી. તેની સામે રૂ.1325 થી રૂ.1655 ભાવ થયા હતા. ધ્રોલમાં રૂ.4,775 મણ કપાસની આવક થઈ હતી તેની સામે રૂ.1435 થી રૂ.1700ભાવ રહ્યા હતા

આ પણ વાચો : કપાસમાં ભાવ વધવાનાં સંજોગો છે, ખેડૂતો થોભો અને રાહ જુવો…

આમ જોઈએ તો કપાસની બજારો ફરી ટેકાથી અપ થઈ છે. ત્યારે સીસીઆઇ દ્વારા 90% ના ખરીદકેન્દ્ર બંધ કર્યા છે. બાકીના 10% કેન્દ્રો બે ચાર દિવસમાં બંધ થઈ જશે. અત્યાર સુધીમાં સીસીઆઇ દ્વારા 34 લાખથી 35 લાખ ગાંસડી કપાસની ખરીદી કરવામાં આવી છે.

kapas ni bajar

માર્કેટમાં 223 લાખ ગાંસડી રૂનો કપાસ આવી ગયો…

હાલના સમયે માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવકનો પ્રવાહ ધીમે ધીમે ધીમો થઈ રહ્યો છે. દેશમાં દરરોજ 1.30 લાખથી એક પોઈન્ટ 40 લાખ ઘાંચડી રૂ બને એટલો કપાસ ઠેલવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 223 લાખ ગાંસડી રૂનો કપાસ બજારમાં આવી ગયો છે. તે ગત વર્ષે આ સમયે લગભગ 158 લાખ ઘાસડી રૂનો કપાસ આવ્યો હતો.

કોટન માર્કેટમાંથી મળતી આધારભૂત માહિતી મુજબ ગત વર્ષે આ સમયે 7.50 લાખ ઘાંચડી રૂની આયાત થઈ હતી. તે આ વર્ષે 3.75 લાખ ગાંસડીની આયાત છે. એ રીતે ગત વર્ષે છ લાખ ઘાંચળી નિકાસ સામે ચાલુ વર્ષે 11.50 લાખ ઘાંચડી રોની નિકાસ થઈ ચૂકી છે. હજુ રૂ કપાસમાં તેજીનો તબક્કો પૂરો થયો નથી હજુ પણ માર્ચ મહિનામાં 100 રૂપિયાનો સુધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
today kapas price

રાજકોટમાં કપાસના ભાવ 1370 થી 1600 રૂપીયા ભાવ રહયો હતો. અમરરેલીમાં કપાસના ભાવ 1065 થી 1640 રૂપીયા ભાવ રહયો હતો.
જસદણમાં કપાસના ભાવ 1300 થી 1535 રૂપીયા ભાવ રહયો હતો. બોટાદમાં કપાસના ભાવ 1300 થી 1611 રૂપીયા ભાવ રહયો હતો.
દરરોજના બજાર ભાવ જાણવા khedutsamachar.in વીઝીટ કરો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment