અંબાલાલ પટેલ : ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી, આ તારીખોમાં પડશે વરસાદ, પછી ઠંડીનો રાઉન્ડ!

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલની આગાહી : હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે વહેલી સવારે ઠંડી અહેસાસ થઈ રહ્યો છે. તો બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ ત્રણ દિવસ બાદ રાજ્યના વાતાવરણ માં ફેરફાર જોવા મળી શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં વાતાવરણ માં બદલાવ જોવા મળતો હોય છે. માર્ચ મહિનાનું પહેલું સપ્તાહ ખેડૂતો માટે ચિંતા લઈને આવી રહ્યું છે.

varsad aagahi

અંબાલાલ પટેલની આગાહી

વધુમાં જણાવ્યું છે કે, એક માર્ચ થી ત્રણ માર્ચના ગુજરાતના ઘણા ભાગોમાં કમસમી વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા કે હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે.

1 માર્ચ થી 3 માર્ચમાં હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે પવન હિમ વર્ષા કરા વીજળી આંધી વંટોલી શક્યતાઓ વધુ રહેલી છે. જ્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 15 કિમી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. આજકાલના પવનની વાત કરીએ તો 40 થી 45 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી, આ 5 જિલ્લામાં ખાસ આગાહી

ભારે પવનની શકયતા

બપોર પછીના સમયમાં અને રાત્રીના સમયમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવન ચૂકવવાની શક્યતા રહેલી છે. ભારે હિમ વરસાદ થયા બાદ ત્રણ માર્ચથી પાંચ માર્ચમાં ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રી થી નીચે જવાની શક્યતાઓ રહેલી છે. અમદાવાદ ગાંધીનગર તેમજ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે કચ્છમાં પવનની ગતિ વધુ જોવા મળશે.

વારંવાર વાતાવરણમાં બદલાવ થતો જોવા મળી રહ્યો છે. જેને લીધે ખેડૂતના પાકો પર અસર જોવા મળી રહી છે. અત્યારે હાલ શિયાળુ પાક તૈયાર થઈ અને નીકળવાની તૈયારીમાં છે. તેવા સંજોગોમાં કમોસમી વરસાદની આગાહી ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : હોળી પહેલા ગુજરાતના હવામાનમાં નવાજૂની થશે!

હવામાન વિભાગની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે પણ હવે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે હવામાન વિભાગ દરિયાકાંઠાના વિસ્તારો માં 45 થી 55 કિ.મી ની ઝડપે પવન દેવાની આગાહી કરી છે. જેના કારણે માછીમારો ને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવે મોટે ભાગે 1 માર્ચથી 3 માર્ચના રોજ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદ થવાની શક્યતા હવન વિભાગે દર્શાવી છે 1 માર્ચ ના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, છોટા ઉદયપુર, મહીસાગર અને દાહોદ માં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે જ સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય થી હળવો વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના હવામાનમાં મોટા પલટાની આગાહી – અંબાલાલ પટેલ

હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા છે વહેલી સવારે ઠંડી અહેસાસ થઈ રહ્યો છે. તો બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ ત્રણ દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં વાતાવરણ માં બદલાવ જોવા મળતો હોય છે. માર્ચ મહિનાનું પહેલું સપ્તાહ ખેડૂતો માટે ચિંતા લઈને આવી રહ્યું છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment