કપાસમાં ભાવ વધવાનાં સંજોગો છે, ખેડૂતો થોભો અને રાહ જુવો…

Kapas ni bajar : જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો સુધી કપાસના ઘટેલા ભાવથી ખેડૂતો ઉદાસ થઈને બેઠા હતા. ફેબ્રુઆરીના પ્રારંભથી કપાસની આવકો થોડી ઘટવાની સાથે દેશને ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ દેખાવા લાગ્યું, એ સાથે કપાસની બજારમાં તેજીનાં એંધાણ શરૂ થયા હતા.

છેલ્લા 14-15 દિવસમાં ખાંડી રૂમાં રૂ.3500નો સુધારો દેખાયો છે. કપાસના એક સમયે પ્રતિમણ રૂ.1500ની સપાટીથી નીચે ગયો હતો, તે સોમવાર અને મંગળવારની બજારમાં ફરી રૂ.1500ની સપાટીને આંબી ગયો છે.

કપાસની બજાર (Kapas ni bajar) માં સુધારો દેખાવા લાગ્યો છે ત્યારે ફરી ખેડૂતોએ કપાસ વેચવામાં થોડી બ્રેક મારી હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજ્યનાં માર્કેટીંગ યાર્ડોમાં કપાસની આવકો ઘટવા લાગી છે.

આ પણ વાંચો

આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો અજાના તમામ બજારોના ભાવ

કોટન સંસ્થાઓએ મુકેલ કપાસનો સરેરાશ અંદાજ 300 લાખ ગાંસડી ધારીએ તો આજ સુધીમાં 208 લાખ ગાંસડી રૂની આસપાસ કપાસ બજારમાં ઠલવાઇ ગયો છે. જે ગત વર્ષે 148 લાખ ગાંસડી રૂનો કપાસ આવ્યો હતો. હવે, કપાસ બચ્યો હોય તો 90 લાખ ગાંસડીનો. આ 90 લાખ ગાંસડીમાં નવો પાક આવે, ત્યાં સુધીનાં 8 મહિના કાઢવાનાં છે.

ગત વર્ષે બેસ્ટ ક્વોલિટી કપાસ છતાં ખેડૂતોનાં હાથમાં રૂ.2000ની નોટ નહોતી આવી. આમ ગત વર્ષની કપાસ માર્કેટમાં નીચા ભાવથી દાઝેલા ખેડૂતોએ, આ વખતે કપાસ વેચવામાં ઝડપ બોલાવી હતી.

ગત વર્ષની તુલનાએ કપાસ વાવેતર ચોક્કસ વધ્યું હતું, પરંતુ વીઘા વરાળે ઉપજમાં ઘટાડો થયો છે. અગાઉનાં વર્ષની જેમ લાલ જીવડા કરડવાની, આ વર્ષે ઉપાધી હતી. આમ કપાસ ન સાચવવાનાં અનેક કારણો હતા.

Kapas ni bajar

સુરેન્દ્રનગર પંથકમાંથી કોટન માર્કેટનાં એક અભ્યાસુ વડિલે કહ્યું હતું કે વિદેશી કપાસ માંગને લીધે મલ્ટીનેશનલ કંપનીઓની
રૂ ગાંસડીની નિકાસ વધતાં, એમની ખરીદી વધી છે.

વિશ્વ માર્કેટનાં કપાસનાં ભાવ સામે ભારતમાં ખાંડી રૂનો ભાવ રૂ.5000 નીચો છે. તેથી સ્વાભાવીક જ વૈશ્વિક ખરીદી ફરી ભારત તરફ વળતાં નિકાસમાં વધારો થશે. દેશમાં પાકેલ કપાસમાં (Kapas) થી બે ભાગનો કપાસ બજારમાં આવી ચૂક્યો છે, ત્યારે હવે એક ભાગનો બચેલ કપાસમાં સ્થાનીક અને નિકાસનાં ગણિત માંડવા પડશે.

હજુ 15 દિવસ પહેલા 2 લાખ ગાંસડી રૂ બને એટલો કપાસ દરરોજ ઠલવાતો હતો એ ઘટીને 1.5 લાખ ગાંસડીએ
પહોંચ્યો છે. કપાસ સાચવીને બેઠા છે, એવા ખેડૂતો માટે સારા ભાવ માટે થોડુ થોભો અને રાહ જુવોની સ્થિતિમાં રહેવામાં ફાયદો છે.

Kapas ni bajar

Kapas ni bajar : જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો સુધી કપાસના ઘટેલા ભાવથી ખેડૂતો ઉદાસ થઈને બેઠા હતા. ફેબ્રુઆરીના પ્રારંભથી કપાસની આવકો થોડી ઘટવાની સાથે દેશને ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ દેખાવા લાગ્યું, એ સાથે કપાસની બજારમાં તેજીનાં એંધાણ શરૂ થયા હતા.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ મેર, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment